Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?
અમરેલીમાં ભાજપના નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓની સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે. ત્રણ મહિનામાં ભાજપના નેતાઓ પર ત્રણ હુમલાની ઘટનાઓ બની છે. 30મી સપ્ટેમ્બરે સાવરકુંડલા તાલુકાના ભાજપના મહામંત્રી પર હુમલો થયો હતો. 30મી ઓક્ટોબરે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પર પણ જીવલેણ હુમલો થયો હતો. આજે પણ આ પ્રકારની ઘટના બની છે, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપના નેતાઓ જ અમરેલી જિલ્લામાં સુરક્ષિત નથી. આ ત્રણ અલગ અલગ ઘટનાઓ જેમાં ભાજપના નેતાઓ પર હુમલા થયા છે, તે ગંભીર ચિંતાનો વિષય છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની આ અલગ અલગ ઘટનાઓ લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરી રહી છે.


















