Stock Market Closing: મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર તેજી સાથે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ
Stock Market Closing On 14th september 2023: ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ઉત્તમ રહ્યું છે. નિફ્ટી 20,100ની રેકોર્ડ હાઈ ઉપર બંધ થયો છે. તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે.
Stock Market Closing On 14th september 2023: ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ઉત્તમ રહ્યું છે. નિફ્ટી 20,100ની રેકોર્ડ હાઈ ઉપર બંધ થયો છે. તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 52 પોઈન્ટના ઉછાળા સાથે 67,519 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 33 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
Sensex climbs 52.01 points to settle at 67,519; Nifty advances 33.10 points to hit fresh closing high of 20,103.10
— Press Trust of India (@PTI_News) September 14, 2023
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં મિડ કેપ ઇન્ડેક્સ 471 પોઇન્ટના ઉછાળા સાથે 40,716 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 165 પોઇન્ટના ઉછાળા સાથે 12,741 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને મીડિયા સેક્ટરના શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 19 ઘટ્યા હતા.
સેન્સેક્સ વ્યૂ
ટોપ લૂઝર્સ
ટોપ ગેઈનર્સ
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સત્ર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 67,519.00 | 67,771.05 | 67,336.46 | 00:01:09 |
BSE SmallCap | 37,726.50 | 37,852.22 | 37,483.57 | 1.15% |
India VIX | 11.32 | 12.04 | 11.21 | -4.31% |
NIFTY Midcap 100 | 40,716.05 | 40,740.85 | 40,403.60 | 1.17% |
NIFTY Smallcap 100 | 12,741.95 | 12,768.60 | 12,659.10 | 1.31% |
NIfty smallcap 50 | 5,836.25 | 5,860.25 | 5,801.90 | 1.18% |
Nifty 100 | 20,024.80 | 20,083.70 | 19,961.40 | 0.24% |
Nifty 200 | 10,721.05 | 10,746.15 | 10,685.35 | 0.37% |
Nifty 50 | 20,103.10 | 20,167.65 | 20,043.45 | 0.16% |
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો
મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 322.17 લાખ કરોડ હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 320.23 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.94 લાખ કરોડનો વધારો થયો છે.
Rupee falls 2 paise to close at 83.03 (provisional) against US dollar
— Press Trust of India (@PTI_News) September 14, 2023
જાણો ક્સ્ટોયા સ્કટોમાં ઉતાર ચઢાવ
આજના કારોબારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.56 ટકા, ટાટા સ્ટીલ 1.66 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, નેસ્લે 1.41 ટકા, પાવર ગ્રીડ 0.98 ટકા, યુનિયન બેન્ક 4.42 ટકા, બેન્ક ઓફ ઈન્ડિયા 3.57 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે યસ બેન્ક 1.13 ટકા, બાટા ઈન્ડિયા 0.74 ટકા, નિપ્પોન 0.44 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.