Stock Market Closing: અંબાણીની AGM પણ ન પૂરી શકી શેરબજારમાં પ્રાણ, સપ્તાહના પ્રથમ દિવસે 861 પોઇન્ટના કડાકા સાથે રહ્યું બંધ
Stock Market Closing:ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો.
Stock Market Closing, 29th August 2022: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ પણ શેરબજારને બેઠું ન કરી શકી. આજે સેન્સેક્સ 861 પોઇન્ટના કડાકા સાથે પર બંધ રહ્યો. નિફ્ટી 246 ઘટાડા સાથે બંધ રહી. યુએસ ફેડે વ્યાજદર વધારવાની કરેલી વાતની અસર ભારતીય સહિત એશિયન બજાર પર જોવા મળી. ભારતીય શેરબજારનો સૂચકાંક ઘટાડા સાથે 57,972.52 અને નિફ્ટી 17312.90 પર બંધ થયા.
આજે વધનારા ટોપ શેર
બીએસઈની સાઈટ પ્રમાણે, શેરબજારમાં કડાકો POLYMED 16.03 ટકાના વધારા સાથે 877 રૂપિયા, TEJASNET 11.62 ટકાના વધારા સાથે 609.50 રૂપિયા, MAZDOCK 11.60 ટકાના વધારા સાથે 394.80 રૂપિયા, AEGISLOG 10.07 ટકાના વધારા સાથે 294.50 રૂપિયા અને NELCO 10 ટકાના વધારાસાથે 942.30 રૂપિયાના ભાવ પર બંધ રહ્યા હતા.
આજે આ શેર્સમાં થયું ધોવાણ
બીએસઈની સાઈટ પ્રમાણે, NAUKRI નો શેર 6.22 ટકાના ઘટાડા સાથે 4165.55 રૂપિયા, NETWORK18 નો શેર 5.82 ના ઘટાડા સાથે 69.90 રૂપિયા, HGS નો શેર 5.09 ટકાના ઘટાડા સાથે 1496.20 રૂપિયા, TATAELXSI નો શેર 5.08 ટકાના ઘટાડા સાથે 8872.50 રૂપિયા અને FORBESCO નો શેર 5 ટકાના ઘટાડા સાથે 179.05 પર બંધ રહ્યા.
શા માટે સુનામી બજારમાં આવી
સંકટમાં જઈ રહેલી અર્થવ્યવસ્થાને બચાવવા માટે યુએસ ફેડરલ રિઝર્વ ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. આ સમાચારને કારણે શુક્રવારે યુએસ માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો અને અમેરિકન અબજોપતિઓને ભારે નુકસાન થયું હતું. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલ, વ્યોમિંગમાં કેન્સાસ સિટી ફેડના વાર્ષિક પોલિસી ફોરમમાં આઠ મિનિટનું મુખ્ય ભાષણ આપ્યું હતું, બ્લૂમબર્ગ અહેવાલ આપે છે. પોવેલના ભાષણે સ્પષ્ટ કર્યું કે ફેડ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે. આ સમાચાર બાદ શુક્રવારે યુએસ માર્કેટ તૂટ્યું હતું અને તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી.
Sensex dips 861.25 points, to close at 57,972.62, Nifty falls 246.00 points, closes at 17,312.90 pic.twitter.com/qTT7ZjJ8UE
— ANI (@ANI) August 29, 2022