Stock Market Closing: વૉલેટિલિટીની વચ્ચે માર્કેટમાં સપાટ ચાલ, સેન્સેક્સ 137 પૉઇન્ટ અપ, નિફ્ટી પણ 30 પૉઇન્ટ ચઢ્યો
આજે માર્કેટમા સામાન્ય ચાલ જોવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી તેજી જોવા મળી.
Stock Market Closing On 16th August 2023: આજે માર્કેટમા સામાન્ય ચાલ જોવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી તેજી જોવા મળી. આજે કમજોર શરૂઆત બાદ માર્કેટમાં રિક્વરી જોવા મળી અને દિવસના અંતે સેન્સેક્સ 0.21 ટકા અને 137.50 પૉઇન્ટના ઉછાળા સાથે 65,539.42 ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, નિફ્ટી પણ સામાન્ય અપ રહ્યો હતો, નિફ્ટી ઇન્ડેક્સ 0.16 ટકા સાથે 30.45 પૉઇન્ટ ઉછળીને 19,465.00 પર બંધ રહ્યો હતો.
આજે દિવસની ઉપરી સ્તર પર માર્કેટ બંધ રહ્યું -
આજે દિવસના કારોબારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો. બેન્ક અને મેટલ શેરોને છોડી દઇએ તો તમામ સેક્ટૉરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં કામ કરી રહ્યાં હતા. પાવર રિયલ્ટી, આઇટી ફાર્મા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.5 ટકાની લીડ સાથે દેખાયા તો વળી, Apollo Hospitals, Infosys, UltraTech Cement, NTPCa અને Larsen & Toubro નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં. જ્યારે બીજીબાજુ Tata Steel, HDFC Life, Hero MotoCorp, Adani Ports અને Hindalco Industries ટૉપ લૂઝર છે.
છેલ્લા કલાકમાં માર્કેટમાં ખરીદદારી -
આ સપ્તાહે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નીચલા સ્તરેથી રિકવર થયા બાદ લીલા નિશાનમાં બંધ થયું છે. આજે પણ સેન્સેક્સ 162 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. અને એક સમયે સેન્સેક્સમાં 368 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 65 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો અને 117 પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજાર બંધ થવાના છેલ્લા એક કલાકમાં થયેલી ખરીદીને કારણે સેન્સેક્સ 137 પોઈન્ટના ઉછાળા સાથે 65,539 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30 પોઈન્ટના ઉછાળા સાથે 19,465 પોઈન્ટ પર બંધ થયો છે.
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને મેટલ્સ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 65,539.42 | 65,605.74 | 65,032.89 | 0.00 |
BSE SmallCap | 35,297.14 | 35,329.54 | 35,030.16 | 0.52% |
India VIX | 12.13 | 12.68 | 12.00 | 1.08% |
NIFTY Midcap 100 | 37,801.65 | 37,844.45 | 37,526.35 | 0.08% |
NIFTY Smallcap 100 | 11,728.50 | 11,739.85 | 11,618.25 | 0.57% |
NIfty smallcap 50 | 5,329.60 | 5,350.10 | 5,311.50 | -0.10% |
Nifty 100 | 19,358.05 | 19,375.05 | 19,212.75 | 0.14% |
Nifty 200 | 10,302.80 | 10,312.00 | 10,228.30 | 0.13% |
Nifty 50 | 19,465.00 | 19,482.75 | 19,317.20 | 0.16% |
સેક્ટૉરિયલ સ્થિતિ -
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને મેટલ્સ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરો તેજી સાથે અને 25 ઘટાડા સાથે બંધ થયા હતા.
ચઢાવ ઉતાર વાળા શેરો
આજના કારોબારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 2.44 ટકા, NTPC 2.04 ટકા, ટાટા મોટર્સ 1.92 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.55 ટકા, પાવર ગ્રીડ 1.37 ટકા, મારુતિ સુઝુકી 1.13 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ટાટા સ્ટીલ 1.90 ટકા, ભારતી એરટેલ 1.14 ટકા, બજાજ ફિનસર્વ 0.86 ટકા, એક્સિસ બેન્ક 0.67 ટકા ઘટીને બંધ થયા હતા.
રોકાણકારોને ફાયદો
આજના કારોબારમાં બજારના નીચલા સ્તરેથી રિકવરી આવ્યા બાદ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 304.36 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં ઘટીને $303.67 બિલિયન થયું હતું. એટલે કે આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 69,000 કરોડનો ઉછાળો આવ્યો છે.