Stock Market Crash: અમેરિકામાં મંદીના ભણકારા, ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો
Stock Market Crash: પ્રી-ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો, જ્યારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા.
Stock Market Crash: ગયા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણી મોટી કંપનીઓના શેર વેરવિખેર થઈ ગયા હતા. અમેરિકામાં મંદીથી અમેરિકી શેરબજાર હચમચી ગયું હતું ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર (Stock Market) પર પણ જોવા મળી હતી. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર પણ 'બ્લેક મન્ડે' જેવો જોવા મળી રહ્યો છે. જ્યારે પ્રી-ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો, જ્યારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા.
#WATCH | Mumbai: Sensex opens in red; currently trading at 79,591.58, down by 1390.37 points (-1.72%).
— ANI (@ANI) August 5, 2024
(Visuals from outside Bombay Stock Exchange) pic.twitter.com/pCAmUZVwSn
આજે ખુલતાની સાથે જ સેન્સેક્સ તૂટી ગયો
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1400 પોઈન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 79,700.77 -50 પર ખુલ્યો હતો પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. અગાઉ ગયા શુક્રવારે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 885.60 પોઈન્ટ અથવા 1.08% ઘટીને 80,981.95 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો.
પ્રી-ઓપનિંગમાં જ એવા સંકેતો હતા કે શેરબજાર કેવું વલણ ધરાવે છે. વાસ્તવમાં પ્રી ઓપનમાં સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટીમાં 700 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર પણ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.
યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો તૂટી પડતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત બીજા સત્રમાં તૂટ્યા હતા. સેન્સેક્સ 1563 પોઇન્ટ્સ ઘટીને 79,419 થયો હતો જ્યારે નિફ્ટીમાં 479 પોઇન્ટનો ઘટાડો થયો હતો. નિફ્ટી હાલમાં 24,238 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 10.24 લાખ કરોડ રૂપિયા ઘટીને 446.92 લાખ કરોડ થઇ ગઇ હતી જે અગાઉના સત્રમાં 457.16 લાખ કરોડ હતી.