શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં તેજી છતાં રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશનનો શેર ના ઉંચકાયો, જાણો હાલમાં છે શું ભાવ ? રોકાણકારોને છે કેટલું નુકસાન ?
કંપનીએ 26 રૂપિયાના ભાવે શેરની ફાળવણી કરી હતી. પરંતુ હાલ આ શેર 24.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
મુંબઈઃ બજેટ બાદ શેરબજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ત્રણ હજારથી વધુનો ઉછાળો આવ્યો છે અને ફરીવાર 50 હજારની નજીક પહોંચી ગયો છે. શેરબજારમાં તેજી હોવા છતાં રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશનનો શેર લિસ્ટ થયા બાદ ઉંચકાયો નથી.
કંપનીએ 26 રૂપિયાના ભાવે શેરની ફાળવણી કરી હતી. પરંતુ હાલ આ શેર 24.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. રોકાણકારોને આ IPOને લઇને ખુબજ આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. રોકાણકારોને શેરદીઠ હાલ 1.10 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હાલ શેરનું વોલ્યૂમ 16,088,976 છે.
આઇઆરએફસીના આઈપીઓ ને આ મહિનાની શરૂઆતમાં સબ્સ્ક્રિપ્શન 3.49 ગણા પ્રાપ્ત થયું હતું. આઇપીઓ માટે પ્રાઈસ બેન્ડ 26 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ હતી. ઘણા નિષ્ણાતોના કહેવા મુજબ લાંબા ગાળે આ શેર બુલિશ લાગી રહ્યો છે. કંપનીએ 4,633 કરોડ રૂપિયાનો આઈપીઓ 18 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખોલ્યો અને 20 જાન્યુઆરીએ બંધ થયો હતો.
સુરતઃ કોંગ્રેસે સેક્સ સીડી ફરતી થયેલી એવા પાટીદાર નેતાને કોર્પોરેશનની ચૂંટણી માટે આપી ટિકિટ, જાણો કોણ છે આ નેતા ?
દેશની આ સરકારી બેંક કર્મચારીઓને કાયમ માટે આપી શકે છે વર્ક ફ્રોમ હોમની સુવિધા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement