શોધખોળ કરો
Advertisement
દેશની આ સરકારી બેંક કર્મચારીઓને કાયમ માટે આપી શકે છે વર્ક ફ્રોમ હોમની સુવિધા, જાણો વિગતે
ઓક્ટોબર 2020માં બેંકે કર્મચારીઓને 50 ટકા હિસ્સામાં વહેંચીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી.
નવી દિલ્હીઃ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમની નીતિ બનાવવા પર વિચાર કરી રહી છે. બેંકે કોવિડ બાદ આ રણનીતિ લાગુ કરવા મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મની પણ નિમણૂક કરી છે.
બેંક ઓફ બરોડાના સીઈઓ સંજીવ ચઢ્ઢાએ કહ્યું, બેંક આ નીતિ પર વિચાર કરી રહ્યું છે. મહામારી બાદ બેંક પોતાના કર્મચારીઓ તથા તેના સ્વાસ્થ્ય હિતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. તેમણે કહ્યું, અમારો સ્ટાફ ઘરેથી કામ કરે છે અથવા ઓફિસમાં આવીને એક-બે દિવસ કામ કરે તો તેના પર કેવી રીતે અમલ કરી શકાય તે દિશામાં વિચારી રહ્યા છીએ.
સ્ટાફ સંસાધનોનો આપણે કેવી રીતે વધુ સારી રીતે લાભ લઈ શકીએ, તેમને રાહત આપી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત બેંક એક વ્યૂહાત્મક પરિવર્તન પહેલ પણ અમલમાં મૂકી રહી છે. જેમાં તેના ગ્રાહકો માટે 'વિકાસની સંભાવનાને અનલોક કરવા માટે કામ કરવાની નવી રીતો અને ડિજિટલ-આગેવાની અનુભવ સામેલ છે.
ઓક્ટોબર 2020માં બેંકે કર્મચારીઓને 50 ટકા હિસ્સામાં વહેંચીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. બેંકે કુલ વર્કફોર્સને 50-50 ટકા ભાગમાં વિભાજીત કરીને પાંચ વર્ષ માટે વર્ક ફ્રોમ હોમની તૈયારી કરી હતી, જ્યારે અડધા કર્મચારીઓને બેંકમાં આવીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરતઃ કોંગ્રેસે સેક્સ સીડી ફરતી થયેલી એવા પાટીદાર નેતાને કોર્પોરેશનની ચૂંટણી માટે આપી ટિકિટ, જાણો કોણ છે આ નેતા ?
કોંગ્રેસે રાજકોટ માટે 22 ઉમેદવારો કર્યા જાહેર, ક્યા ધુરંધરોને મળી ટિકિટ ? ભાજપમાંથી આવેલાં કયાં મહિલાને બનાવ્યાં ઉમેદવાર?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion