(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market LIVE Updates: બજારની સપાટ શરૂઆત, ખુલતાની સાથે જ સેન્સેક્સ 100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ડાઉન
બજાર ખુલતા પહેલા SGX નિફ્ટીમાં આજે વધારો જોવા મળ્યો હતો અને તે 49.50 પોઈન્ટના વધારા સાથે 17201 ના સ્તર પર હતો.
LIVE
Background
Stock Market Opening: આજે શેરબજાર માટે કોઈ ચોક્કસ સંકેતના અભાવે બજારમાં મંદીનો માહોલ છે. એશિયાઈ બજારોના મિશ્ર સંકેતોને કારણે સ્થાનિક શેરબજારને કોઈ સપોર્ટ નથી મળી રહ્યો.
પ્રી-ઓપનિંગમાં માર્કેટની ચાલ
પ્રી-ઓપનિંગમાં બજાર એકદમ સપાટ દેખાઈ રહ્યું છે અને સેન્સેક્સમાં 5.08 પોઈન્ટના મામૂલી વધારા બાદ 57,297 પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બીજી તરફ NSEનો નિફ્ટી 2.80 અંકોના મામૂલી વધારા સાથે 17120 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
SGX નિફ્ટીમાં તેજીની ગતિ જોવા મળી રહી છે
બજાર ખુલતા પહેલા SGX નિફ્ટીમાં આજે વધારો જોવા મળ્યો હતો અને તે 49.50 પોઈન્ટના વધારા સાથે 17201 ના સ્તર પર હતો.
ગઈ કાલે બજાર કયા સ્તરે બંધ થયું હતું?
ગઈકાલના કારોબારમાં NSE નિફ્ટી 17117 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ સેન્સેક્સની વાત કરીએ તો તે 57,292 ના સ્તરે બંધ થયો હતો. ગઈ કાલે બજાર ઘટાડાનાં લાલ નિશાનમાં બંધ જોવા મળ્યું હતું.