Sensex Biggest Jump: શેર બજારમાં જોવા મળી 60 દિવસની સૌથી મોટી તેજી, રોકાણકારોએ 7 લાખ કરોડની કરી કમાણી
ઘણા મહિનાઓના ધરખમ ઘટાડા બાદ ભારતીય શેરબજારે 18 માર્ચ, મંગળવારે સતત બીજા દિવસે વધારો દર્શાવ્યો હતો.

ઘણા મહિનાઓના ધરખમ ઘટાડા બાદ ભારતીય શેરબજારે 18 માર્ચ, મંગળવારે સતત બીજા દિવસે વધારો દર્શાવ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. સેન્સેક્સ 1,131 પોઈન્ટ (1.53 ટકા) વધીને 75,301.26 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 326 પોઈન્ટ (1.45 ટકા) વધીને 22,834.30 પર બંધ થયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 2.10 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.73 ટકા વધ્યો હતો. માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 7 લાખ કરોડનો વધારો થયો છે, કારણ કે BSE- લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 393 લાખ કરોડથી વધીને રૂ. 400 લાખ કરોડ જેટલું થયું છે.
બજાર કેમ વધ્યું ?
ભારતીય શેરબજારમાં તેજી પાછળ ઘણા મોટા કારણો છે. આનું પ્રથમ કારણ મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સમાં સુધારો છે. ભારતના આર્થિક ડેટા અને વેલ્યુએશન કમ્ફર્ટમાં સુધારાએ બજારને ટેકો આપ્યો હતો. આ સિવાય યુએસ અને ચીનના છૂટક વેચાણના ડેટાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. યુરોપ અને એશિયાના બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલમાં આરબીઆઈ દ્વારા રેટ કટની શક્યતાએ પણ બજારને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી પણ બજારને ટેકો મળ્યો હતો.
સેન્સેક્સ ટોપ ગેઇનર્સ
Zomato: 7.11 ટકાના વધારા સાથે મોખરે રહ્યું.
ICICI બેંકઃ 3.25 ટકાનો વધારો નોંધાયો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: 3.07 ટકાના વધારા સાથે ત્રીજા સ્થાને છે.
સેન્સેક્સના 30માંથી 26 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ શેરમાં થયો ઘટાડો
બજાજ ફિનસર્વઃ 1.43 ટકાના ઘટાડા સાથે તળિયે હતો.
Bharti Airtel: 0.69 ટકાની નબળાઈ દર્શાવી છે.
ટેક મહિન્દ્રાઃ 0.59 ટકાના ઘટાડા સાથે ત્રીજા સ્થાને છે.
રિલાયન્સઃ 0.13 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો.
રોકાણકારો માટે શું સંદેશ છે?
બજારની આ તેજી વૈશ્વિક અને સ્થાનિક સૂચકાંકો પર આધારિત છે. જોકે, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે.
ડિસક્લેમર: (અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે આપવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને અહીં નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
