Stock Market Today: શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સ 250 પોઈન્ડ ઉપર, નિફ્ટી 18850 ને પાર
એસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલના નિવેદનથી ત્યાંના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. પોવેલે કહ્યું છે કે તે હજુ પણ વ્યાજદર વધારશે પરંતુ આ વધારો હવે ઓછો થશે.
Stock Market Today: ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીનો ટ્રેન્ડ યથાવત છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલી વૃદ્ધિની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે. ગઈકાલે જ સેન્સેક્સ 63 હજારના ઐતિહાસિક સ્તરને પાર કરી ચૂક્યો છે.
મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 367 પોઈન્ટના ઉછાળા સાથે 63,467ની સર્વોચ્ચ સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 113 પોઈન્ટના ઉછાળા સાથે 18,871 પર ખુલ્યો હતો.
પ્રી ઓપનિંગમાં આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 63099.65ની સામે 258.34 પોઈન્ટ વધીને 63357.99 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18758.35ની સામે 113.60 પોઈન્ટ વધીને 18871.95 પર ખુલ્યો હતો.
આજના કારોબારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ મજબૂત થયો છે. બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ઓટો અને એફએમસીજી ઈન્ડેક્સ પર દબાણ છે. જ્યારે મેટલ, ફાર્મા અને રિયલ્ટી સહિતના અન્ય મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં છે.
આજના કારોબારમાં હેવીવેઇટ શેરોમાં ખરીદારી છે. સેન્સેક્સ 30ના 24 શેરો લીલા નિશાનમાં છે. આજે ટોપ ગેનર્સમાં TECHM, INFY, WIPRO, HCLTECH, TCS, TATASTEEL, LTનો સમાવેશ થાય છે, જ્યારે HUL, MARUTI, M&M, ITCમાં મંદીની ચાલ જોવા મળી રહી છે.
સેન્સેક્સ પાછલા ટ્રેડિંગ સેશનમાં 418 પોઈન્ટ વધીને 63,100 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 140 પોઈન્ટના ઉછાળા સાથે 18,758 પર બંધ થયો હતો.
યુએસ અને યુરોપિયન બજારોમાં તેજી
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલના નિવેદનથી ત્યાંના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. પોવેલે કહ્યું છે કે તે હજુ પણ વ્યાજદર વધારશે પરંતુ આ વધારો હવે ઓછો થશે. આ પછી, વોલ સ્ટ્રીટ પર ખરીદી જોવા મળી હતી અને S&P 500 એ પાછલા સત્રમાં 3.09% નો જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો હતો. તે જ સમયે, નાસ્ડેક 4.41% વધવામાં સફળ રહ્યો જ્યારે ડાઉ જોન્સ 2.18% વધવામાં સફળ રહ્યો.
અમેરિકાની જેમ જ યુરોપના બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી અને યુરોપના તમામ મુખ્ય શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ અગાઉના સત્રમાં 0.29 ટકા વધવામાં સફળ રહ્યું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 1.04 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને લંડન સ્ટોક એક્સચેન્જ પણ 0.81 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં પણ તેજી
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે તેજી સાથે થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.30 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.06 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં 2.48 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે તાઇવાનના બજારોમાં 1.64 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.71 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
વિદેશી રોકાણકારોની ખરીદી યથાવત
આ સમયે ભારતીય મૂડી બજારમાં તેજીનો લાભ વિદેશી રોકાણકારોને પણ મળી રહ્યો છે અને તેઓ સતત નાણાંનું રોકાણ કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, વિદેશી રોકાણકારોએ બજારમાં રૂ. 9,010.41 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 4,056.40 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.