Stock Market Today: ગઈકાલની ઉથલપાથલ બાદ આજે શેરબજારમાં કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સ 250 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17500 આસપાસ ખુલ્યો
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે યુએસ સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજ દર 0.25 પોઈન વધારો કર્યા પછી, ફુગાવો હળવો થવાનો સ્વીકાર કર્યા પછી બુધવારે S&P 500 અને Nasdaq જોરદાર તેજી સાથે બંધ રહ્યા.
Stock Market Today: વૈશ્વિક બજારમાં તેજીના સંકેતની વચ્ચે આજે ભારતીય બજારમાં મંદીની ચાલ જોવા મળી રહી છે. ગઈકાલે બજેટ બાદની શેરબજારની ઉથલ પાથલ બાદ આજે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59708.08ની સામે 248.21 પોઈન્ટ ઘટીને 59459.87 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17616.3ની સામે 99.20 પોઈન્ટ ઘટીને 17517.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40513ની સામે 569.65 પોઈન્ટ ઘટીને 39943.35 પર ખુલ્યો હતો.
09:16 કલાકે સેન્સેક્સ 413.60 પોઈન્ટ અથવા 0.69% ઘટીને 59294.48 પર અને નિફ્ટી 145.50 પોઈન્ટ અથવા 0.83% ઘટીને 17470.80 પર છે. લગભગ 918 શેર વધ્યા છે, 1009 શેર ઘટ્યા છે અને 105 શેર યથાવત છે.
1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બજેટ દરખાસ્તોના પગલે ગઈકાલના ઈન્ટ્રાડે ટ્રેડમાં બેન્ચમાર્ક ઈન્ડાયસિસ 1.75 ટકા સુધી વધ્યા હતા. પરંતુ અદાણી ગ્રૂપના શેર, લાઈફ ઈન્સ્યોરન્સના શેર અને પસંદગીની બેન્કોના ભારે ઘટાડાને કારણે બજાર ટોચ પરથી સરકી ગયું હતું. ટ્રેડિંગ સેશનના બીજા હાફમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ માત્ર 158 પોઈન્ટ એટલે કે 0.27 ટકાના વધારા સાથે 59708 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 46 અંકોના ઘટાડા સાથે 17616 ના સ્તર પર બંધ થયો હતો.
શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ પર વધનારા - ઘટનારા સ્ટોક
માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં) | |
ગઈકાલની બંધ રકમ | 26653670 |
આજની રકમ | 26463591 |
તફાવત | -190079 |
ઈન્ડેક્સનું નામ | છેલ્લો ભાવ | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર (%) | ફેરફાર |
NIFTY Midcap 100 | 30,210.70 | 30,363.80 | 30,149.45 | -0.58% | -175.95 |
NIFTY Smallcap 100 | 9,350.05 | 9,379.20 | 9,328.05 | -0.45% | -42.7 |
NIfty smallcap 50 | 4,222.40 | 4,234.20 | 4,206.50 | -0.39% | -16.4 |
Nifty 100 | 17,345.40 | 17,454.55 | 17,321.00 | -0.97% | -170.75 |
Nifty 200 | 9,087.00 | 9,142.20 | 9,074.00 | -0.93% | -85.1 |
Nifty 50 | 17,462.35 | 17,577.50 | 17,445.95 | -0.87% | -153.95 |
Nifty 50 USD | 7,449.19 | 7,449.19 | 7,449.19 | 0.00% | 0 |
Nifty 50 Value 20 | 9,444.25 | 9,464.40 | 9,414.25 | 0.38% | 35.8 |
Nifty 500 | 14,719.80 | 14,803.25 | 14,698.40 | -0.86% | -127.85 |
Nifty Midcap 150 | 11,440.95 | 11,490.80 | 11,420.55 | -0.49% | -56.7 |
Nifty Midcap 50 | 8,508.20 | 8,555.25 | 8,489.25 | -0.54% | -46.5 |
Nifty Next 50 | 38,138.40 | 38,337.45 | 37,949.60 | -1.11% | -426.75 |
Nifty Smallcap 250 | 9,122.60 | 9,148.25 | 9,103.55 | -0.36% | -33 |
યુએસ બજારો
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે યુએસ સેન્ટ્રલ બેન્ક દ્વારા ક્વાર્ટર-પોઇન્ટના દરમાં વધારો કર્યા પછી કરેલી ટિપ્પણીમાં, ફુગાવો હળવો થવા માંડ્યો હોવાનો સ્વીકાર કર્યા પછી બુધવારે S&P 500 અને Nasdaq જોરદાર તેજી સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 6.92 પોઈન્ટ અથવા 0.02% વધીને 34,092.96 પર, S&P 500 42.61 પોઈન્ટ અથવા 1.05% વધીને 4,119.21 પર અને Nasdaq Composite 231.76% અથવા 1.12% વધીને 34,092.96 પર છે.
એશિયન બજારો
ગુરુવારે એશિયા-પેસિફિકના શેરોમાં મિશ્ર વેપાર થયો કારણ કે રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વના 25 બેસિસ પોઈન્ટના નાના દરમાં વધારો અને ફેડના ચેરમેન જેરોમ પોવેલે સ્વીકાર્યું કે ફુગાવો ઘટી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1% વધ્યો. જાપાનમાં, નિક્કી 225 ફ્લેટલાઇનની ઉપર જ ટ્રેડ થયો હતો જ્યારે ટોપિક્સ 0.12% ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં, S&P/ASX 200 0.34% વધ્યો.
FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 1,785.21 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ 1 ફેબ્રુઆરીના રોજ રૂ. 529.47 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે.
NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જે 2 ફેબ્રુઆરી માટે અંબુજા સિમેન્ટને તેની F&O પ્રતિબંધ યાદીમાં જાળવી રાખ્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વ્યાપી પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.