શોધખોળ કરો

Stock Market Today: શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17750ને પાર, NTPC-એરટેલ ટોપ ગેનર

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળી રહ્યો છે.

Stock Market Today: શેરબજારમાં આજે સારી તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને પ્રી-ઓપનિંગમાં જ બજાર લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. ડૉલરની સામે રૂપિયો પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે અને ડૉલરની સામે 79.81ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં ગઈકાલની મજબૂત તેજી આજે પણ ચાલુ રહેવાની ધારણા છે.

કેવી રીતે ખુલ્યું બજાર

આજે, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 39.38 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 59,285 પર ખુલ્યો હતો અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ 29.90 પોઈન્ટના વધારા સાથે 17,695 પર ખુલ્યો હતો.

સેક્ટોરલ ઇન્ડેક્સ

બજારમાં ચોતરફ ખરીદી છે. આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંકો અડધા ટકાથી વધુ વધ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ અડધા ટકા વધ્યો છે. આઇટી, મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં છે.

હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના ટોપ ગેઇનર્સમાં NTPC, MARUTI, INDUSINDBK, RELIANCE, POWERGRID, BHARTIARTL, ICICIBANK, HDFCBANKનો સમાવેશ થાય છે.

વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ અમેરિકી બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 338 પોઈન્ટ ઘટીને 31,318.44 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.1 ટકા ઘટીને 3,924.26 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 1.3 ટકા ઘટીને 11,630.86ના સ્તરે બંધ રહ્યો હતો.

ક્રૂડમાં નરમાઈ

બ્રેન્ટ ક્રૂડ નરમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે યુએસ ક્રૂડ 89 ડોલર પ્રતિ ડોલર છે. યુએસમાં 10 વર્ષની બોન્ડ યીલ્ડ 3.22 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX NIFTY 0.10 ટકા ઉપર છે, જ્યારે Nikkei 225 અને Straight Times સપાટ દેખાઈ રહ્યા છે. હેંગ સેંગમાં 0.42 ટકાની નબળાઈ છે. તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝિટ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

પ્રી-માર્કેટમાં કેવી ચાલ હતી

આજે બજારના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી 17700ની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી 50માં 29 પોઈન્ટના ઉછાળા બાદ 0.17 ટકાના ઉછાળા સાથે 17695ની સપાટી જોવા મળી રહી છે. પ્રી-ઓપનિંગમાં નિફ્ટી બેન્ક પણ લીલા નિશાનમાં જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget