Stock Market Today: શેરબજારની ધીમી શરૂઆત, સેન્સેક્સ 52,200 પોઈન્ટની નીચે, નિફ્ટી 350 પોઈન્ટ તૂટ્યો
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 માંથી માત્ર 13 શેરો જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 37 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
Stock Market Today: શેરબજારમાં ગઈ કાલે જોવા મળેલી તેજી આજે ગાયબ થઈ ગઈ છે અને સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.60 ટકાથી વધુના ઘટાડા પર કારોબાર કરી રહ્યા છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 345.71 પોઈન્ટ અથવા 0.66 ટકા ઘટીને 52,186.36 પર છે અને એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 93.15 પોઈન્ટ એટલે કે 0.60 ટકાના ઘટાડા સાથે તે 15,545.65 પર ખુલ્યો હતો.
નિફ્ટીની ચાલ કેવી છે
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 માંથી માત્ર 13 શેરો જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 37 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી લગભગ 300 પોઈન્ટ ઘટીને 32,894.55 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેક્ટર મુજબ ચાલ
આજે નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને તમામ ક્ષેત્રો નબળા છે. મેટલ શેરોમાં મહત્તમ 3.05 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી અને પ્રાઈવેટ બેન્ક 1.05 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વધનારા સ્ટોક
આજના ટ્રેડિંગમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 1.25 ટકા, બજાજ ઑટો 1.24 ટકા, HUL 0.60 ટકાનો ઉછાળો દર્શાવે છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 0.51 ટકા અને સિપ્લા 0.50 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.
આજે ઘટી રહેલા સ્ટોક્સ
જો આજના ઘટતા શેરોમાં જોવામાં આવે તો હિન્દાલ્કો 4.35 ટકા, ઓએનજીસી 3.85 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 3.09 ટકા અને JSW સ્ટીલ 2.54 ટકા નીચે છે. બજાજ ફિનસર્વમાં 2.50 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.