Stock Market Today: શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 58850ની ઉપર ખુલ્યો, નિફ્ટી 17500 ને પાર
આજના કારોબારના પ્રી-ઓપનિંગ સેશનની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 0.38 ટકાના ઘટાડા સાથે 225 પોઈન્ટ ઘટીને 58805ની સપાટીએ રહ્યો હતો.
Stock Market Today: શેરબજાર સતત ચાર દિવસથી ડાઉનટ્રેન્ડમાં છે. આજે શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં જોરદાર ઘટાડો થયો હોવા છતાં બજાર ખુલતા સમયે સુધારો જોવા મળ્યો હતો. જોકે બજારની શરૂઆત લાલ નિશાનમાં જ થઈ ગઈ છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે બજારની શરૂઆતની વાત કરીએ તો સેન્સેક્સ 177.98 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઘટાડા સાથે 58,853 પર ખુલી રહ્યો છે. નિફ્ટીમાં 52.05 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઘટાડા પછી 17,525 પર કારોબાર ખુલ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સના 30માંથી માત્ર 7 શેર મોમેન્ટમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 23 શેરો ઘટી રહ્યા છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 16 શેરો તેજીમાં છે અને બાકીના 33 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે એક સ્ટોકમાં કોઈપણ ફેરફાર વિના ટ્રેડિંગ થાય છે. બેન્ક નિફ્ટી 20 અંકોના ઘટાડા સાથે 38677 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આજના વધનારા સ્ટોક
આજના બજારમાં સેન્સેક્સના વધનારા સ્ટોકમાં ફક્ત ઇન્ડસઇન્ડ બેન્ક, આઇટીસી, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એનટીપીસી જ લીલા નિશાનમાં દેખાય છે.
આજના ઘટનારા સ્ટોક્સ
પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ, વિપ્રો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઈન્ફોસીસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ડો રેડ્ડીઝ લેબ્સ, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ અને ટીસીએસ, ટેક મહિન્દ્રા , નેસ્લે, મારુતિ સુઝુકી પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
પ્રી-ઓપનમાં માર્કેટની ચાલ કેવી હતી
આજના કારોબારના પ્રી-ઓપનિંગ સેશનની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 0.38 ટકાના ઘટાડા સાથે 225 પોઈન્ટ ઘટીને 58805ની સપાટીએ રહ્યો હતો. બીજી તરફ NSE નો નિફ્ટી 501 પોઈન્ટ એટલે કે 2.88 ટકાના ઘટાડા સાથે 17075 ના સ્તર પર હતો. SGX નિફ્ટીમાં 68 પોઈન્ટના ઘટાડા સાથે 17549 ના સ્તર પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.