શોધખોળ કરો

શેરબજારમાં સતત ત્રણ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ 200 પોઈન્ટ ડાઉન, અદાણી ગ્રુપના સ્ટોકમાં શાનદાર તેજી

મંગળવારે રાત્રે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 33 પોઈન્ટ અથવા 0.1 ટકા વધીને બંધ થયા હતા.

Stock Market Today: વૈશ્વિક બજારોના ઘટાડાની અસર બુધવારે સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી રહી છે. બાહ્ય પરિબળોના દબાણ હેઠળ, બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ખરાબ શરૂઆત કરી છે. જેના કારણે સતત 3 દિવસના ઉછાળા પર શરૂઆતના કારોબારમાં બ્રેક લાગી છે.

સેન્સેક્સ 238.71 પોઈન્ટ અથવા 0.39% ઘટીને 61,743.08 પર અને નિફ્ટી 69.70 પોઈન્ટ અથવા 0.38% ઘટીને 18,278.30 પર હતો. લગભગ 875 શેર વધ્યા, 1017 શેર ઘટ્યા અને 97 શેર યથાવત.

નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ કોર્પ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો અને M&M ટોપ લુઝર્સ હતા. 

યુએસ બજાર

મંગળવારે રાત્રે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 33 પોઈન્ટ અથવા 0.1 ટકા વધીને બંધ થયા હતા. S&P 500 ફ્યુચર્સ અને Nasdaq 100 ફ્યુચર્સ પણ 0.1 ટકા વધ્યા હતા. જોકે, મંગળવારે નિયમિત ટ્રેડિંગ દરમિયાન ત્રણેય મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.12 ટકા ઘટ્યો, જ્યારે Nasdaq Composite અને Dow Jones Industrial Average અનુક્રમે 1.26 ટકા અને 0.69 ટકા ઘટ્યો.

યુરોપિયન બજાર

યુરોપિયન શેરબજારો મંગળવારે નુકસાન સાથે બંધ થયા હતા. બેન્ચમાર્ક Stoxx 600 ઈન્ડેક્સ 0.6 ટકા ઘટીને બંધ થયો. તે જ સમયે, FTSE 0.1 ટકાના ઘટાડા સાથે 7762 પોઈન્ટ પર બંધ થયો હતો. DAX 0.44 ટકાના ઘટાડા સાથે 16,152 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. CAC 40 ઇન્ડેક્સ 1.33 ટકા ઘટીને 7,378 પર બંધ થયો હતો.

એશિયન બજાર

બુધવારે એશિયા-પેસિફિક બજારોની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. જાપાનમાં, નિક્કી 225 ઇન્ડેક્સ શરૂઆતના વેપારમાં 0.77 ટકા અને ટોપિક્સ 0.35 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. કોસ્ડેક 0.34 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં, S&P/ASX 200 શરૂઆતના વેપારમાં 0.3 ટકા નીચે હતો.

ક્રૂડ ઓઈલમાં ઉછાળો

બુધવારે તેલના ભાવમાં 2 ટકાનો વધારો થયો હતો, જેમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.48 ડોલર અથવા 2 ટકાના વધારા સાથે $76.39 પ્રતિ બેરલ પર સેટલ થયા હતા. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ યુએસ ક્રૂડ 1.50 સેન્ટ્સ અથવા 2.1 ટકા વધીને $72.36 પર હતું.

FII અને DIIના આંકડા

23 મેના રોજ, FIIએ ભારતીય બજારોમાં રૂ. 182.51 કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ દિવસે રૂ. 397.29 કરોડની ખરીદી કરી હતી.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

24 મેના રોજ NSE પર ડેલ્ટા કોર્પ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ F&O પર 2 શેરો પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ડૉલર

ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.32 ટકાના વધારા સાથે 103.53 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે એક ડોલરની કિંમત રૂ.82.85ની આસપાસ જણાય છે.

સોનું

મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને $1,967.03 પ્રતિ ઔંસ પર સ્થિર થયું હતું. અમેરિકન સોનાનો વાયદો 0.4 ટકા ઘટીને $1969.20 થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget