શોધખોળ કરો

સુકન્યા સમુદ્ધિ યોજનાનો આ નિયમ જાણીને કરો રોકાણ, નહી તો બાદમાં થશે પછતાવો 

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya samriddhi yojana)ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધીની છે, તો તમે તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya samriddhi yojana)ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધીની છે, તો તમે તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ 15 વર્ષ માટે કરવાનું હોય છે અને સ્કીમ 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. આ લાંબા ગાળાની યોજનામાં 8.2 ટકાના દરે વ્યાજ મળે છે. ચક્રવૃદ્ધિના લાભને કારણે, તમે આ યોજના દ્વારા લાંબા ગાળે તમારી પુત્રી માટે સારી રકમ ઉમેરી શકો છો. પરંતુ SSY થી સંબંધિત એક નિયમ છે જે તમારે કોઈપણ સંજોગોમાં સમજવો જોઈએ. મોટાભાગના લોકો આ નિયમથી વાકેફ નથી.

ધારો કે તમે તમારી પુત્રીના નામે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો અને લગભગ 5-6 વર્ષ રોકાણ કર્યા પછી, તમને લાગે છે કે તમે તેમાં વધુ રોકાણ કરવાનું ચાલુ રાખી શકશો નહીં. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે તમે 5-6 વર્ષ માટે જમા કરેલી રકમ ઉપાડવા માંગતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા ઉપલબ્ધ નથી. આમાંથી ફક્ત આંશિક ઉપાડ કરી શકાય છે, તે પણ જ્યારે તમારી પુત્રી 18 વર્ષની થાય ત્યારે.

આંશિક ઉપાડ દિકરી 10મું ધોરણ પૂર્ણ કરે અથવા તે 18 વર્ષની થઈ જાય પછી ખાતામાંથી ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમે છેલ્લા નાણાકીય વર્ષના કુલ બેલેન્સના 50% સુધી ઉપાડી શકો છો. પૈસા એકસાથે અથવા હપ્તામાં મેળવી શકાય છે. નાણા વર્ષમાં માત્ર એક જ વાર મળશે અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હપ્તામાં પૈસા લઈ શકાશે. જો તમે તમારી દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પૈસા ઉપાડી રહ્યા છો, તો તમારે ઉચ્ચ અભ્યાસ માટે પુરાવા આપવા પડશે.

1. જો દિકરી તેની સ્કીમની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો તેના માતા-પિતાને આ સ્કીમમાં રોકાયેલા પૈસા વ્યાજ સહિત મળે છે. જો કે આ માટે યુવતીનું ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.

2. જે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ છે તેને જો કોઈ ગંભીર બીમારી છે અને તેને સારવાર માટે પૈસાની જરૂર છે, તો તમે એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકો છો. પરંતુ આ માટે તમારે તમારી પુત્રીની બીમારી અને સારવાર સંબંધિત પુરાવા આપવા પડશે. પરંતુ આ સુવિધા 5 વર્ષ પછી મળે છે.

3. જે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવામાં આવ્યું છે તેના માતા-પિતા અથવા કાયદેસરના વાલી જો ખાતું પરિપક્વ થાય તે પહેલાં મૃત્યુ પામે છે, તો ખાતું અધવચ્ચે બંધ કરી શકાય છે.

4. જો તમે તમારી ભારતીય નાગરિકતા છોડી દો તો પણ તમારું ખાતું બંધ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યાજ ઉમેરીને આખા પૈસા પરત કરવામાં આવે છે. પરંતુ જો તમે બીજા દેશમાં સ્થાયી થયા છો પરંતુ ભારતીય નાગરિકતા છોડી નથી, તો આ ખાતું પાકતી મુદત સુધી ચાલુ રાખી શકાય છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, હું ચીનનો નાશ કરી શકું છું,બેઇજિંગને ખુલ્લો પડકાર, રેયર અર્થ  200% ટેરિફ લાદવાની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, હું ચીનનો નાશ કરી શકું છું,બેઇજિંગને ખુલ્લો પડકાર, રેયર અર્થ 200% ટેરિફ લાદવાની ધમકી
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Advertisement

વિડિઓઝ

Navsari: જલાલપોરમાં ગણપતિની પ્રતિમા લાવતા સમયે દુર્ઘટના,  2નાં મોત, 5 ઈજાગ્રસ્ત
Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, હું ચીનનો નાશ કરી શકું છું,બેઇજિંગને ખુલ્લો પડકાર, રેયર અર્થ  200% ટેરિફ લાદવાની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, હું ચીનનો નાશ કરી શકું છું,બેઇજિંગને ખુલ્લો પડકાર, રેયર અર્થ 200% ટેરિફ લાદવાની ધમકી
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Ahmedabad News: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Ahmedabad News: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Stock Market : ભારતમાં 50%  ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Stock Market : ભારતમાં 50% ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર
' ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા મે અટકાવ્યું, યુદ્ધમાં સાત જેટ તોડી પડાયા હતા', ટ્રમ્પનો દાવો
' ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા મે અટકાવ્યું, યુદ્ધમાં સાત જેટ તોડી પડાયા હતા', ટ્રમ્પનો દાવો
Embed widget