Demonetisation: સુપ્રીમ કોર્ટ નોટબંધીના નિર્ણયનો યોગ્ય ગણાવ્યો, જાણો શું કહ્યું
Demonetisation: સુપ્રીમ કોર્ટે 2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
Demonetisation: સુપ્રીમ કોર્ટે 2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. 2016માં મોદી સરકારે જૂની 500 અને 1000ની નોટ બંધ કરી હતી. સરકારના નોટબંધીના પગલા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 2016માં સરકારે લીધેલા પગલાને યોગ્ય ઠેરવ્યું હતું. આ સાથે કોર્ટે તમામ 58 અરજીઓ પણ ફગાવી દીધી છે. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 8 નવેમ્બર 2016ના નોટિફિકેશનમાં કોઈ ભૂલ જોવા મળી નથી. તમામ સીરિઝની નોટો પરત લઈ શકાય છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે
પાંચ જજની બંધારણીય બેન્ચે કેન્દ્રના 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓની બેચને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું 500 અને રૂ. 1000 ની ચલણી નોટો અને નિર્ણય, એક્ઝિક્યુટિવની આર્થિક નીતિ હોવાને કારણે તેને ઉલટાવી શકાય નહીં. કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. જે આ પ્રકારનું પગલું લાવવા માટે વાજબી હતું, અને અમે માનીએ છીએ કે નોટબંધી પ્રમાણસરતાના સિદ્ધાંતને અસર કરતું નથી.
સુપ્રીમ કોર્ટે અગાઉ 7 ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ઘડવાની પણ માંગ કરી છે જેથી આવા નિર્ણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઈ શકે. આ અગાઉ બેન્ચે કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોટબંધી દરમિયાન દેશમાં અશાંતિનો માહોલ હતો
પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ અચાનક રાત્રે 8 વાગ્યે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યા હતા. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
Supreme Court upholds the decision of the Central government taken in 2016 to demonetise the currency notes of Rs 500 and Rs 1000 denominations. pic.twitter.com/sWT70PoxZX
— ANI (@ANI) January 2, 2023