શોધખોળ કરો

Syrma SGS Tech IPO: Syrma SGS Techનો IPO આજથી ખુલ્યો, 18 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે, જાણો પ્રાઈસ બેન્ડ અને GMP

IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ઉત્પાદન અને સંશોધન અને વિકાસના વિસ્તરણ માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે કરવામાં આવશે.

Syrma SGS Tech IPO Price Band: ચેન્નાઇ સ્થિત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ નિર્માતા Syrma SGS ટેક્નોલૉજીનો IPO આજથી અરજી માટે ખુલ્યો છે અને રોકાણકારો આ IPOમાં શેર ખરીદવા માટે 18 ઓગસ્ટ, 2022 સુધી અરજી કરી શકે છે. Syrma SGS ટેક્નોલોજી IPO દ્વારા 840 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ પ્રાઈસ બેન્ડ રૂ. 209-220 પ્રતિ શેર નક્કી કરી છે.

એન્જિનિયરિંગ અને ડિઝાઇન કંપની Syrma SGS ટેક્નોલોજી IPO દ્વારા રૂ. 840 કરોડ એકત્ર કરવા જઇ રહી છે અને આ IPOમાં રૂ. 766 કરોડનો નવો ઇશ્યૂ જારી કરવામાં આવી રહ્યો છે. હાલના રોકાણકારો અને પ્રમોટર્સ IPO દ્વારા તેમના હોલ્ડિંગમાં 33,69,360 શેર વેચવા જઈ રહ્યા છે. કંપનીએ IPO માટે 209-220 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ઉત્પાદન અને સંશોધન અને વિકાસના વિસ્તરણ માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. નાના રોકાણકારો ઓછામાં ઓછા 68 શેર માટે અરજી કરી શકે છે જેના માટે 14,960 રૂપિયા ચૂકવવા પડશે. વ્યક્તિ વધુમાં વધુ રૂ. 194,480 રૂપિયામાં 884 શેર માટે અરજી કરી શકે છે. IPOમાં 50 ટકા ક્વોટા સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપની શું કરે છે

Syrma SGS ટેક્નોલોજી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. તે વિવિધ ક્ષેત્રો માટે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટૅગ્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોટેકનિકલ ઉત્પાદનોનું પણ ઉત્પાદન કરે છે. જો તમે કંપનીના ગ્રાહકો પર નજર નાખો, તો Bosch, HUL, Atomborg અને TVS Motors કંપનીના ગ્રાહકો છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ

ગુરુવારે ગ્રે માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલોજીનો શેર 7 ટકા અથવા રૂ. 15 (સિરમા આઈપીઓ જીએમપી)ના પ્રીમિયમ સાથે રૂ. 235 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર આધાર રાખવો જોઈએ નહીં, પરંતુ કંપનીની નાણાકીય સ્થિતિ અને ફંડામેન્ટલ્સને ધ્યાનમાં લઈને રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તેઓ કહે છે કે ગ્રે માર્કેટ ડેટા અનૌપચારિક અને બિન-નિયંત્રિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ

Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત

ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?Hun To Bolish : હું તો બોલીશ : ખીલે બાંધો ને ઢોરGandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠકAccident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?
ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?

veer zara: 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 'વીર ઝારા', ભારત સહિત દુનિયાના આ દેશોમાં ચાલશે શો

Embed widget