શોધખોળ કરો

Tata Technologies IPO: ટાટા ટેકના શેરનું છપ્પર ફાડ લિસ્ટિંગ, એક જ ઝાટકે રોકાણકારોના રૂપિયા અઢી ગણા થઈ ગયા

ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. 64.43 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

Tata Technologies IPO Bumper listing: ટાટા ટેકના આઈપીઓમાં જે નસીબદારને એલોટમેન્ટ મળ્યું છે તેને બમ્પર નફો થયો છે. Tata Technologies એ 30 નવેમ્બરના રોજ શેરબજારોમાં શાનદાર ભાવે લિસ્ટ થયો છે. IPO કિંમતના 140 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ કર્યું હતું. શેરે NSE પર રૂ. 1,200 અને BSE પર રૂ. 1,199.95 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી.

BSE અને NSE પર તેનું લિસ્ટિંગ થયું ત્યારથી ટાટાના આ શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ. 1400ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનો અર્થ એ કે તે પહેલા જ દિવસે 180 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગયું છે. લગભગ 19 વર્ષ પછી આવેલા ટાટા ગ્રુપના આ શેરે રોકાણકારોની અપેક્ષા કરતાં વધુ મજબૂત વળતર આપ્યું છે. 2004માં TCSના શેર લોન્ચ થયા બાદ કંપનીનો આ પહેલો IPO છે.

ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓ માટે, રોકાણકારો પાસેથી રૂ. 1.56 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. IPOનું કુલ સબસ્ક્રિપ્શન લગભગ 70 ગણું હતું.

ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 64.43 વખત સબસ્ક્રાઇબ થયા બાદ ઇશ્યુ બંધ કરવામાં આવ્યો હતો.

IPO વિગતો

ટાટા ટેકનો IPO 22 થી 24 નવેમ્બરની વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો અને કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી. શેરબજારે ટાટાની કંપનીના લિસ્ટિંગને ભારે ઉત્સાહ સાથે વધાવી લીદો. IPOને 65 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો

રોકાણકારોએ Tata Technologiesના IPOમાં ઘણો રસ દાખવ્યો હતો અને કંપનીના 4,50,29,207 શેરની સામે 3,12,63,97,350 શેર માટે બિડ મળી હતી. છૂટક રોકાણકારોએ તેમનો હિસ્સો 16.50 ગણો, લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારોએ 203.41 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ 62.11 વખત સબસ્ક્રાઇબ કર્યો છે. કંપનીના કર્મચારીઓના શેર 3.70 ગણા અને શેરધારકોના 29.19 વખત સબસ્ક્રાઇબ થયા છે. આ IPO 22 થી 24 નવેમ્બર વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી.                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Embed widget