શોધખોળ કરો
Advertisement
Tega Industries IPO: આજે ખૂલ્યો તેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ, સબ્સ્ક્રિપ્શન પહેલા જાણો કંપની વિશે જાણો ખાસ વાતો
Tega Industries IPO: રોકાણકારોએ ઓછામાં ઓછા 33 ઈક્વિટી શેર અને તે બાદ 33 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. પ્રતિ લોટ લઘુત્તમ રોકાણ 14,949 રૂપિયા છે અને મહત્તમ રોકાણ 13 લોટ માટે 1,94,337 રૂપિયા છે.
Tega Industries IPO: તેગા ઈન્ડસ્ટ્રીઝ એક ગ્લોબલ મિનરલ બેનિફિશિએશન, માઈનિંગ તથા બલ્ક સોલિડ હેન્ડલિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે વિશેષ ક્રિટિકલ ટુ ઓપરેટ સાધનોનું નિર્માણ અને વિતરણ કરતી કંપની છે. આ કંપનીનો આઈપીઓ આજે ખુલ્યો છે અને 3 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.
સબ્સ્ક્રિપ્શન પહેલા જાણો આ ખાસ વાતો
- ઓફર સબ્સ્ક્રિપ્શન માટે 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે અને સબ્સ્ક્રાઇબ કરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર, 2021 છે.
- કોલકાતાની કંપનીએ 443-453 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે.
- કંપનીની યોજના 619.22 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. આઈપીઓ પૂરી રીતે શેરધારકો અને પ્રમોટરોને વેચીને 1,36,69,478 ઈક્વિટી શેરનો ઓફર ફોર સેલ છે. તેથી કંપનીને ઓફર્સથી કોઈ ફંડ નહીં મળે.
- રોકાણકારોએ ઓછામાં ઓછા 33 ઈક્વિટી શેર અને તે બાદ 33 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. પ્રતિ લોટ લઘુત્તમ રોકાણ 14,949 રૂપિયા છે અને મહત્તમ રોકાણ 13 લોટ માટે 1,94,337 રૂપિયા છે.
- કંપની ખાણ, સક્રીનિંગ તથા વિવિધ કારોબારમાં સંકળાયેલીછે. વૈશ્વિક બજારમાં પણ કંપનીનું સારું નામ છે.
- કંપનીને મોટાભાગનો કારોબાર વિદેશમાંથી મળે છે. છ જગ્યાએ પ્લાન્ટ છે. જેમાં ભારતમાં ગુજરાતના દહેજમાં, પશ્ચિમ બંગાળના સમાલી અને કલ્યાણીમાં છે તથા ચિલી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ છે.
- કંપની પોતાના ઉત્પાદન અને સર્વિસ પોર્ટફોલિયો માટે મજબૂત બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. જોકે આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્તર પર મર્યાદીત છે. તે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બંને સંગઠિત અને અસંગઠિત ખેલાડીઓમાંથી આવે છે.
- મેહુલ મોહનકા પ્રમોટર પૈકીના એક છે અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તથા ગ્રુપ સીઈઓ છે. તેઓ સીઆઈઆઈની રાષ્ટ્રીય સમિતિના સહ અધ્યક્ષ છે.
- આઈપીઓ વોચ અનુસાર ગ્રે માર્કેટમાં આઈપીઓ 310 રૂપિયા પ્રતિ શેર પ્રીમિયમ કમાઈ રહ્યું છે.
- 8 ડિસેમ્બર સુધીમાં શેરની ફાળવણીને અંતિમ રૂપ આપી દેવાશે. જે રોકાણકારોને શેર નહીં લાગ્યા હોય તેમના ખાતામાં રિફંડ 9 ડિસેમ્બર સુધીમાં આવી જશે. જ્યારે શેર અલોટ થયેલા રોકાણકારોને 10 ડિસેમ્બર સુધીમાં ડિમેટ ખાતામાં શેર મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement