શોધખોળ કરો
Advertisement
હવે ઇન્ટરનેટ ડેટા કે કૉલિંગ માટે તમારે ચૂકવવા પડશે વધારે રૂપિયા, જાણો કેમ
એક નવા રિપોર્ટ પ્રમાણે આગામી નાણાંકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી આ કિંમતોમાં વધારો થઇ શકે છે. ખરેખરમાં કંપનીઓ રેવન્યૂ વધારવા માટે ટેરિફમાં વધારો કરી રહી છે. આ પહેલા ગયા વર્ષે પણ કંપનીઓએ આના ભાવ વધાર્યા હતા
નવી દિલ્હીઃ મોબાઇલ યૂઝર્સને એકવાર ફરીથી મોટો ઝટકો લાગી શકે છે. થોડાક સમય બાદ તમને તમારા ડેટા અને કૉલિંગ માટે વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે. કેમકે ટેલિકૉમ કંપનીઓ પોતાના ટેરિફમાં વધારો કરવા જઇ રહી છે.
એક નવા રિપોર્ટ પ્રમાણે આગામી નાણાંકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી આ કિંમતોમાં વધારો થઇ શકે છે. ખરેખરમાં કંપનીઓ રેવન્યૂ વધારવા માટે ટેરિફમાં વધારો કરી રહી છે. આ પહેલા ગયા વર્ષે પણ કંપનીઓએ આના ભાવ વધાર્યા હતા.
11 થી 13 ટકા થઇ શકે છે વધારો....
રિપોર્ટનુ માનીએ તો ટેરિફમાં વધારો અને યૂઝર્સને 2G થી 4G માં આવવા કારણે ARPU એટલે કે એવરેજ રેવન્યૂ પર યૂઝરમાં સુધારાની સંભાવના છે. આ 220 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આગામી બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીની રેવન્યૂ 11 થી 13 ટકા અને નાણાંકીય વર્ષ 2022 માં ઓપરેટિંગ માર્જિન 38 ટકા સુધી વધી શકે છે. ICRA અનુસાર સેક્ટર ઇન્ફ્લેક્શન પૉઇન્ટ વધુ વધી રહ્યો છે. જ્યાં ગ્રૉથનો આગામી ફેઝ નૉન-ટેલ્કો વ્યવસાયો દ્વારા સંચાલિત કરવામાં આવશે. આમાં ઇન્ટરપ્રાઇઝ બિઝનેસ, ક્લાઇડ સર્વિસીઝ, ડિજીટલ સર્વિસીઝ અને ફિક્સ્ડ બ્રૉડબેન્ડ સર્વિસીઝ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion