(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market: લીલા નિશાન સાથે થઈ શેર બજારની શરૂઆત, જાણો સેન્સેક્સ કેટલા અંક ઉછળ્યો
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે.. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 267.36 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના ઉછાળા સાથે 58,844 પર ખુલ્યો હતો
Stock Market: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે.. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 267.36 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના ઉછાળા સાથે 58,844 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 83 પોઈન્ટ એટલે કે, 0.48 ટકા વધીને 17,614ના સ્તરે ખુલ્યો હતો.
Sensex jumps 349.66 points to 58,926.03 in early trade; Nifty climbs 109.85 points to 17,640.15
— Press Trust of India (@PTI_News) April 13, 2022
નોંધનિય છે કે, આજે બજાર ખુલતાની સાથે જ અંદાજે 1705 શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે 332 શેર ઘટ્યા છે અને 79 શેર યથાવત રહ્યા છે. નિફ્ટી પર ONGC, હિન્દાલ્કો, JSW સ્ટીલ, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલમાં સારી તેજી જોવા મળી, જ્યારે એશિયન પેઈન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન કંપની, નેસ્લે અને હીરો મોટોકોર્પમાં ઘટાડો જોવા મળ્યો. આ પહેલા મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. સેન્સેક્સ 388 પોઈન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 58,576 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ 145 પોઈન્ટ એટલે કે, 0.82 ટકા ઘટીને 17,530 પર બંધ થયો હતો.
CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો
CNG-PNG Price Hike: મહારાષ્ટ્રનાં લોકોને મોંઘવારીનો બેવડો માર લાગ્યો છે. અહીં મંગળવારે રાત્રે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાને કારણે લોકો પર ખર્ચમાં વધારો થવાનો બેવડો ફટકો પડ્યો છે.
ઈંધણના ભાવમાં વધારા પાછળનું આ જ કારણ છે
સીએનજી અને પીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરતા મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે કહ્યું કે ખર્ચમાં વધારાને કારણે ઈંધણની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. વધેલા દરો મંગળવાર મધરાતથી લાગુ થઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 6 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 7 રૂપિયા અને PNGના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો.
એક સપ્તાહમાં CNG 12 રૂપિયા અને PNG 9.5 રૂપિયા મોંઘો થયો છે
આ રીતે, એક સપ્તાહની અંદર, મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 12 રૂપિયા અને પીએનજીના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે. મુંબઈમાં CNG હવે 72 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અને રસોડામાં વપરાયેલ PNG 45.50 રૂપિયા પ્રતિ ઘનમીટર છે.
જોકે 31 માર્ચે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
મહારાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી મુખ્ય કંપની મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે જોકે 31 માર્ચે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 6 અને PNGના ભાવમાં રૂ. 3.50 પ્રતિ ઘનમીટરનો ઘટાડો કર્યો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે રાજ્ય સરકારે આ ઈંધણના ભાવ પર વેટમાં 3 ટકાનો ઘટાડો કર્યો હતો, જે 1 એપ્રિલથી અમલમાં આવ્યો હતો.