આ ભારતીય રેસ્ટોરન્ટમાં મળે છે Bitcoin ટિક્કા, Ethereum બટર ચીકન, ચૂકવણી પણ ક્રિપ્ટો કરન્સીમાં કરી શકાય છે
અમે અમારી બેલેન્સ શીટ પર ક્રિપ્ટો રાખી શકતા નથી, તેથી જે પણ ચુકવણી આવે છે, તે ભારતીય ચલણમાં કન્વર્ટ થાય છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધ્યો છે. આ વર્ચ્યુઅલ કરન્સીમાં લાખો રોકાણકારો વધ્યા છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીનું કોઈ નિયમન ન હોવા છતાં, દરરોજ નવા લોકો ક્રિપ્ટો માર્કેટમાં જોડાઈ રહ્યા છે. તેને જોતા દિલ્હીના કેટલાક વેપારીઓએ ક્રિપ્ટોકરન્સી લેવાનું શરૂ કર્યું છે. હવે તમે તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ, રોકડ અથવા ડિજિટલ પેમેન્ટને બદલે બિટકોઇન, ઇથેરિયમ, ડેશ, ડોગેકોઇન, લાઇટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ટેટૂ અથવા ડિનર પ્લેટ માટે ચૂકવણી કરી શકો છો.
એટલું જ નહીં દિલ્હીના સૌથી મોટા વિસ્તાર ગણાતા કનોટ પ્લેસમાં તો એક રેસ્ટોરન્ટ Ardor 2.1 એ તો ક્રિપ્ટો કરન્સીના નામ પર થાળી પર શરૂ કરી છે અને ગ્રાહકો ચૂકવણી પર ક્રિપ્ટો કરન્સીમાં કરી શકે છે.
Ardor 2.1 ના માલિક સુવીત કાલરાએ કહ્યું કે, “ક્રિપ્ટો કરન્સી મુખ્ય પ્રવાહનો વિષય બની રહ્યો છે. તેથી અમે પણ તેને પોતાની રીતે જોડવા અને પ્રયોગની દ્રષ્ટિએ તે કેવી રીતે કામ કરે છે તે સમજવા માંગતા હતા. અમે ક્રિપ્ટો દ્વારા ચુકવણી પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ જ્યારે કોઈપણ છૂટ વિના રોકડ, કાર્ડ અથવા પેટીએમ દ્વારા ચૂકવણી કરી શકે છે. બિટકોઇન ટિક્કા, Solana છોલે ભટુરે, Polygon પિટા બ્રેડ ફલાફેલ, Ethereum બટર ચિકન અને બીજી અનેક વાનગી છે.”
કાલરાએ કહ્યું કે, રેસ્ટોરન્ટે એક થાળીની કિંમત 1999 રૂપિયા (ટેક્સ સિવાય) રાખી છે. “ઓર્ડર આપની પ્રકિર્યા સંપૂર્ણ ડિજિટલ છે. મેનુ એક લાઈટ બોર્ડ પર જોવા મળે છે જેમાં એક વીડિયો ચાલે છે અને પેમેન્ટ કરવા માટે તેમાં QR કોડ પણ આપવામાં આવ્યો છે જેથી તેમાં માનવ ક્રિયાપ્રતિક્રિયા શૂન્ય છે. જોકે રેસ્ટોરન્ટે અત્યાર સુધીમાં 100થી વધારે ડિજિટલ થાળી વેચી છે પરંતુ એવો કોઈ ગ્રાહક મળ્યો નથી જેણે ક્રિપ્ટો પસંદ કરી હોય.
કાલરાએ આગળ કહ્યું કે, “અમે અમારી બેલેન્સ શીટ પર ક્રિપ્ટો રાખી શકતા નથી, તેથી જે પણ ચુકવણી આવે છે, તે ભારતીય ચલણમાં કન્વર્ટ થાય છે. અમે કોઈપણ નિયમનકારી ગૂંચવણમાં પડવા માંગતા નથી. અમે ક્રિપ્ટો ખરીદતા અને વેચતા નથી અને તેમાંથી નફો નથી કરતા. અમને ખબર નથી કે તે ક્યાં જાય છે. કદાચ પૂરતો પ્રતિસાદ નહીં મળે તો અમે તેના પર હસી લેશું અને આગામી દિવસોને તેને ભૂલી જઈશું.”