શોધખોળ કરો
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્ક ઇનામમાં આપશે 730 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ
એલન મસ્ક હાલના દિવસોમાં કાર્બન ડાઈ-ઓક્સાઈડના ઉત્સર્જનને કેપ્ચર કરતી સૌથી સારી ટેક્નિક તૈયાર કરી શકે તેવા વ્યક્તિની શોધ કરી રહ્યાં છે.
ટેસ્લા પ્રમુખ અને દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનની લિસ્ટમાં સામેલ એલન મસ્ક વાયુમંડળમાં વધતી કાર્બન-ડાઇ-ઓક્સાઇડનું સમાધાન શોધી રહ્યાં છે. તેના માટે તેમણે આને કેપ્ચર કરવાવાળી સૌથી સારી ટેક્નોલોજીને કરોડો રૂપિયા ઇનામમાં આપવાની ઘોષણા કરી છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લોકોને એક આઈડિયા આપવા અંગે કહ્યું છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલના સમયે 2 કારણે ચર્ચામાં છે. પ્રથમ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવાને લઇને અને બીજું ભારતમાં ઈ-વ્હીકલ લોન્ચ કરવાની તૈયારી અંગે. હવે ઈ-વ્હિકલ થકી ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરી રહી છે.
એલન મસ્ક હાલના દિવસોમાં કાર્બન ડાઈ-ઓક્સાઈડના ઉત્સર્જનને કેપ્ચર કરતી સૌથી સારી ટેક્નિક તૈયાર કરી શકે તેવા વ્યક્તિની શોધ કરી રહ્યાં છે. એલન મસ્કે પોતે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી. વાસ્તવમાં એલન મસ્કે એક સવાલ લોકો સમક્ષ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, જે પણ વ્યક્તિ કાર્બન-ડાઈ-ઓક્સાઈડ ઉત્સર્જનને કેપ્ચર કરતી સૌથી સારી ટેક્નિક શોધી આપશે તેને 100 મિલિયન ડૉલર (અંદાજે 730 કરોડ રૂપિયા)નું ઈનામ આપવામા આવશે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, જાન્યુઆરી 2020માં ધનિકોની રેન્કિંગ મામલે 35માં ક્રમે હતા. 1 જાન્યુઆરી 2020ના તેમની કુલ સંપત્તિ 22.6 અબજ ડૉલર હતી. 1 એપ્રિલ 2020ના સંપત્તિનો કુલ આંક 29 અબજ ડૉલરે પહોંચી ગયો. જે પછી 1 જુલાઈ 2020ના સંપત્તિ 57 અબજ ડૉલરે પહોંચી ગઈ. 1 ઓક્ટોબર 2020ના તેમની કુલ સંપત્તિ 108 અબજ ડૉલરે પહોંચી ગઈ હતી.
સોમવારે ટેસ્લાના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ કારણે મસ્ક નેટવર્થ ઘટીને 176.2 અરબ અમેરિકન ડોલર રહી ગયુ છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ આ વર્ષે પોતાની માર્કેટ વેલ્યૂમાં ઘણી વૃદ્ધિ કરી છે. ગત અઠવાડિયે મસ્કની કંપનીના શેરના ભાવમાં ભારે ઉઠાડો જોવા મળ્યો હતો. એ બાદ કુલ સંપત્તિ મામલે તે પહેલા સ્થાને પહોંચી ગયા હતા. તેમની સંપત્તિ 185 બિલિયન ડોલર(1 ખરબ 85 અરબ ડોલર)ને પાર થઈ ગઈ હતી. કોરોના વાયરસના કારણે ઈકોનોમિક સ્લોડાઉન છતાં ગત 12 મહિનાઓમાં મસ્કની નેટવર્થ 150 અરબ ડોલર વધી. તે સંભવતઃ દુનિયામાં સૌથી ઝડપથી કમાણી કરનાર વ્યક્તિ છે. મસ્કે ગત એક વર્ષ દરમિયાન દર કલાકે 1.736 કરોડ ડોલર એટલે કે લગભગ 127 કરોડ રુપિયા કમાયા. આ જ કારણે છે કે દુનિયાની સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાના શેરોમાં અભૂતપૂર્વ તેજી આવી છે.Am donating $100M towards a prize for best carbon capture technology
— Elon Musk (@elonmusk) January 21, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
બોલિવૂડ
Advertisement