Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે.
Bank Account Closed: વર્ષ 2025ના પહેલા દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે, જેનાથી કરોડો લોકોને અસર થઈ શકે છે. રિઝર્વ બેન્કનો આ નવો નિયમ બેન્ક ખાતાઓ પર લાગુ થવા જઈ રહ્યો છે. આરબીઆઈની સૂચના મુજબ વર્ષના પ્રથમ દિવસથી ત્રણ પ્રકારના ખાતા બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે તમારું બેન્ક એકાઉન્ટ પણ આમાં સામેલ છે કે નહીં.
આ કારણે RBIએ મોટો નિર્ણય લીધો છે
આરબીઆઈએ છેતરપિંડીના કેસોને રોકવા બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને સાયબર છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ એવા બેન્ક ખાતાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી. એટલે કે જે ખાતા છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી બંધ છે.
ઇનએક્ટિવ એકાઉન્ટ
જે બેન્ક એકાઉન્ટમાં છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકવામાં આવશે. જો કોઈ ખાતાધારકે તેના ખાતામાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્જેક્શન કર્યું નથી તો આ કિસ્સામાં તેને ઇનએક્ટિવ કેટેગરીમાં મુકીને તેને બંધ કરવામાં આવશે. જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કનો સંપર્ક કરીને તેને પછીથી એક્ટિવ કરી શકો છો. એકાઉન્ટને છેતરપિંડીથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝીરો બેલેન્સ એકાઉન્ટ
લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે જેથી કરીને તેમને કોઈપણ પ્રકારના દુરુપયોગથી બચાવી શકાય. આ સાથે આ પગલાનો હેતુ ગ્રાહકોને તેમના એકાઉન્ટનો વારંવાર ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. જો તમારા ખાતામાં લાંબા સમયથી ઝીરો બેલેન્સ છે તો તરત જ તમારી બેન્કની નજીકની શાખામાં જાઓ અને KYC કરાવો.
ડોરમેટ એકાઉન્ટ
આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું નથી. આ એકાઉન્ટ્સ સાયબર ગુનેગારોનું લક્ષ્ય છે અને હેક કરવામાં આવે છે, જેનો ઉપયોગ પાછળથી લોકોને છેતરવા માટે કરવામાં આવે છે.