આ 2 કરોડ લોકોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, ફટાફટ તપાસો યાદીમાં તમારું નામ છે કે નહીં
પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની વાત કરીએ તો તે આવતા અઠવાડિયે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવી શકે છે.
PM Kisan: ખેડૂતો પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર ગમે ત્યારે 13મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે, હપ્તો કયા દિવસે રીલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આવતા અઠવાડિયે પીએમ કિસાનના 13મા હપ્તાની જાહેરાત કરી શકે છે. પરંતુ આ દરમિયાન પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખતે લગભગ 2 કરોડ લોકો 13 હપ્તા મેળવવાથી વંચિત રહી શકે છે.
હકીકતમાં, આ વખતે સરકારે છેતરપિંડીથી બચવા માટે કેટલાક ફિલ્ટર લગાવ્યા છે. જેમાં આધાર લિંક સાથેના ફિલ્ટરને કારણે ઘણા ખેડૂતોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી યોજના હેઠળ આધાર લિંક નથી કરાવ્યું અથવા KYC કાર્ય પૂર્ણ કર્યું નથી, તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. તમને જણાવી દઈએ કે 12મો હપ્તો ગયા વર્ષે 17 ઓક્ટોબરે રિલીઝ થયો હતો. આ હપ્તામાં 8.42 કરોડ ખેડૂતોને માત્ર 17,443 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમાં પણ અનેક લોકો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હતા. જ્યારે લગભગ 10.45 કરોડ ખેડૂતોને 11મા હપ્તામાં પૈસા મળ્યા છે.
પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની વાત કરીએ તો તે આવતા અઠવાડિયે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવી શકે છે. આ દિવસ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પણ છે, જેને સરકાર પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ખેડૂતોના ખાતામાં યોજનાના નાણાં મોકલવાની સંભાવના છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, હવે ફક્ત તે ખેડૂતોને જ લાભ આપવામાં આવી રહ્યો છે, જેઓ આ યોજના હેઠળ પાત્ર છે. અયોગ્ય લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. આવા લોકોને યોજનાનો લાભ ન મળે તે માટે ચાર ફિલ્ટર લગાવવામાં આવ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, આ ચાર બાબતોને પૂર્ણ કરનાર ખેડૂતોને જ પીએમ કિસાનનો 13મો હપ્તો મળશે. આમાં, ખેડૂતનું KYC હોવું જોઈએ, ખેડૂતના જમીનના રેકોર્ડ પર એવો ઉલ્લેખ હોવો જોઈએ કે તે તે જમીનનો માલિક છે, ખેડૂતનું બેંક એકાઉન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે લિંક હોવું જોઈએ અને સૌથી મહત્વની શરત એ છે કે ખેડૂતનું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ. જો તમે આમાંથી કોઈ પણ શરત પૂરી નથી કરતા, તો આ કામ તરત જ કરી લો.