શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
29 ફેબ્રુઆરીના રોજ બંધ થઇ રહી છે HDFCની આ એપ, બેન્કે ગ્રાહકોને કર્યા એલર્ટ
HDFC બેન્ક પોતાની જૂની એપ 29 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે એટલે કે ગ્રાહકોને એ એપ મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકશે નહી. તે સિવાય અન્ય બેન્કિંગ સુવિધાઓનો લાભ પણ મળશે નહીં
નવી દિલ્હીઃ જો તમે HDFC બેન્કના ગ્રાહક હોય તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી બેન્ક પોતાના ગ્રાહકોને એક મેસેજ મોકલી રહી છે. આ મેસેજમાં બેન્ક દ્ધારા કહેવામાં આવી રહ્યું છે કે HDFC બેન્ક પોતાની જૂની એપ 29 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે એટલે કે ગ્રાહકોને એ એપ મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકશે નહી. તે સિવાય અન્ય બેન્કિંગ સુવિધાઓનો લાભ પણ મળશે નહીં.
જો તમારી પાસે HDFC બેન્કની જૂની એપ છે તો તમારે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ. અહી બેન્કની નવી મોબાઇલ એપ ડાઉનલોડ કરી લો. આ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. બેન્કની એપનું નવુ વર્ઝન ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. બેન્કનો દાવો છે કે આ નવી એપ અગાઉથી ઘણી સિક્યોર અને વધુ ફિચર ધરાવે છે.
નોંધનીય છે કે શેડ્યૂલ મેઇન્ટેનન્સના કારણે 18 જાન્યુઆરી 2020ની રાત્રે એક વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી HDFC બેન્કની નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને ફોન બેન્કિંગ અને IVR પર ક્રેડિટ કાર્ડ સર્વિસ બંધ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion