શોધખોળ કરો
Advertisement
PMC બેંક કૌભાંડ બાદ વધુ એક મોટા કૌભાંડની આશંકા! લોકોના કરોડ રૂપિયા ડૂબવાનો ભય
સુનીલ તથા સુઘીશ કેરળના રહેવાસી છે અને મુંબઇ અને પુણેમાં તેમના ઓછામાં ઓછા 13 આઉટલેટ છે.
નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક કૌભાંડમી બાદ મહારાષ્ટ્રમાં વધુ એક મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એક જ્વેલરી સ્ટોર બંધ થયા બાદ હજારો લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. આ લોકોએ એ સ્ટોરની બે સ્કીમમાં મોટી રકમનું રોકાણ કરી રાખ્યું છે, પરંતુ સ્ટોરના માલિક વિતેલા ચાર દિવસથી પોતાની દુકાન બંધ કરીને ફરાર છે. જ્યારે પોલીસે જ્વેલરી સ્ટોર ગુડવિન સ્ટોર્સના માલિક સુનીરલ કુમાર તથા સુધીશ કુમારના ડોંબિવલી સ્થિત ઘરે પહોંચી તો ઘરે તાળું હતું. બાદમાં આ વિસ્તારમાં આવેલા તેના શોરૂમ સીલ કરવામાં આવ્યા છે.
સુનીલ તથા સુઘીશ કેરળના રહેવાસી છે અને મુંબઇ અને પુણેમાં તેમના ઓછામાં ઓછા 13 આઉટલેટ છે. ગુડવિન ઝવેરાતના આ માલિક છેલ્લા 22 વર્ષથી આ વેપારમાં છે. કહેવાય છે કે, એક વોઇસ મેસેજમાં ચેરમેને રોકાણકારોને જણાવ્યું કે તેમના નાણાં સુરક્ષિત છે અને તેમને એમની રકમ પાછી મળી જશે. મેસેજમાં કહ્યું છે કે જે કંઇ પણ થયું તે 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ અમારા એક મિસ કેમ્પેઇનનું કારણ છે અમારો પરિવાર સંકટમાં છે અને અમે તેમાથી બહાર નીકળવા માટે એક નવા આઇડિયા પર કામ કરી રહ્યા છીએ.
ગુડવિન ગ્રુપ ઝવેરાત, કંસ્ટ્રક્શન, સિક્યોરિટી ડિવાઇઝમાં રોકાણ કરે છે. 1992 થી તેને કેરળમાં ઝવેરાત બનાવાનું શરૂ કર્યું હતું. 2004 તે મુંબઇ બજારમાં ઉતર્યા હતા. અને તે પછી વિદેશ સમેત મુંબઇ, પુણેમાં અનેક જગ્યાએ તેના સ્ટોર્સ છે.
આ કંપની એક સ્કીમ નીકાળી હતી. જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર 16 ટકા વ્યાજ આપવાની વાત થઇ હતી. બીજી સ્કીમમાં ડિપોઝીટ પર 1 વર્ષ પુરુ થવા પર સોનાની વસ્તુ આપવાની વાત કરવામાં આવી છે. જો કે આવી જ સ્કીમોથી લોકોએ મોટા પ્રમાણમાં અહીં રોકાણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement