શોધખોળ કરો
Advertisement
BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો
નવા વર્ષમાં જો તમે ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારો મોકો છે. બેંક ઓફ બરોડા સહિત ત્રણ મોટી બેંકોએ ગ્રાહકોને ગિફ્ટ આપી છે. જે અંતર્ગત લોન પર વ્યાજ દર ઘટાડવામાં આવ્યા છે. જેનાથી કરોડો ગ્રાહકોને લાભ થશે.
નવી દિલ્હીઃ નવા વર્ષમાં જો તમે ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારો મોકો છે. બેંક ઓફ બરોડા સહિત ત્રણ મોટી બેંકોએ ગ્રાહકોને ગિફ્ટ આપી છે. જે અંતર્ગત લોન પર વ્યાજ દર ઘટાડવામાં આવ્યા છે. જેનાથી કરોડો ગ્રાહકોને લાભ થશે. આવો જાણીએ બેંકોની ઓફર્સ અંગે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ જણાવ્યું કે, 12 જાન્યુઆરીથી એક મહિનાની મુદત માટે એમસીએલઆર દરને 7.65 ટકાતી ઘટાડીને 7.60 ટકા કરશે. અન્ય સમાન ગાળા માટે દર પહેલા જેટલા જ રહેશ. આ રીતે બેંક ઓફર બરોડાના એક મહિના ગાળા માટે MCLR 7.60 ટકા, ત્રણ મહિના માટે 7.80 ટકા, છ મહિના માટે 8.10 ટકા અને એક વર્ષ માટે 8.25 ટકા થઈ ગયા છે.
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ)એ અલગ-અલગ મેચ્યોરિટીની લોન પર માર્જિનલ કોસ્ટ લેંડિગ એટલે કે એમસીએલઆર આધારિત વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકના નવા દરો 11 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. આ બદલાવ અંતર્ગત 1 વર્ષના ગાળા માટે એમસીએલઆર રેટ 8.10 ટકા રહેશે. જુલાઈ 2019 બાદ બેંકે વ્યાજદરમાં નવમી વખત ઘટાડો કર્યો છે.
ઓરિયંટલ બેંક ઓફ કોમર્સ
જાહેર ક્ષેત્રની ઓરિયંટલ બેંક ઓફ કોમર્સે વિવિધ પરિપકવતા મુદત માટે MCLRમાં 0.05 થી 0.15 ટકા સુધી ઘટાડો કર્યો છે. બેંક એક વર્ષના એમસીએલઆરને 0.15 ટકા ઘટાડીને 8.15 ટકા કરી દીધો છે. બેંકના આ ફેંસલા બાદ હોમ કે ઓટો લોન પહેલા કરતી સસ્તી થઈ જશે. આ ઉપરાંત જૂના ઈએમઆઈ પર પણ રાહત મળશે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો
બિગ બોસ-13ની આ સ્પર્ધકે કર્યો આઘાતજનક ખુલાસો, કહ્યું- 13 વર્ષની હતી ત્યારે રૂમ બંધ કરીને મારા પર.....
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement