શોધખોળ કરો

અનિલ અંબાણીની વધી મુશ્કેલી, ચીનની 3 બેંકોએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો, જાણો વિગતે

ચીનની ત્રણ મોટી બેંકોએ રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણી સામે લંડનની કોર્ટમાં આશરે 47,600 કરોડ રૂપિયા નહીં ચુકવવાનો મામલો નોંધાવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ, ચાઇના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાએ દાવો કર્યો છે કે અનિલ અંબાણીની પર્સનલ ગેરંટીની શરત પર તેમણે રિલાયન્સ કમ્યુનિકેશન્સને 2012માં આશરે 65,000 કરોડ રૂપિયાનું ઋણ આપ્યું હતું.

મુંબઈઃ ચીનની ત્રણ મોટી બેંકોએ રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણી સામે લંડનની કોર્ટમાં આશરે 47,600 કરોડ રૂપિયા (680 મિલિયન ડોલર) નહીં ચુકવવાનો મામલો નોંધાવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ, ચાઇના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાએ દાવો કર્યો છે કે અનિલ અંબાણીની પર્સનલ ગેરંટીની શરત પર તેમણે રિલાયન્સ કમ્યુનિકેશન્સને 2012માં આશરે 65,000 કરોડ રૂપિયાનું ઋણ આપ્યું હતું. તે સમયે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત કરી હતી પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે  આ મામલે અનિલ અંબાણીનું કહેવુ છે કે, તેમણે પર્સનલ કંફર્ટ લેટર આપવાની વાત કરી હતી પરંતુ અંગત સંપત્તિની ગેરંટી આપવાનું કહ્યું નહોતું. અનિલ અંબાણીના વકીલ રોબર્ટ હૉવે કહ્યું, બેંકો સતત અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં તફાવત નહીં કરવાની ભૂલ કરતા રહ્યા. અનિલ અંબાણી અને તેમની કંપની સામે કોર્ટ કેસ થયો હોય તેવો પ્રથમ મામલો નથી. આ પહેલા એરિક્સન વિવાદમાં પણ અનિલ અંબાણી સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ મામલે કોર્ટે એરિકસનને 550 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીનું દેવું ચુકવવા મોટાભાઈ મુકેશ અંબાણીએ મદદ કરી હતી. અનિલ અંબાણી અને તેમનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા થોડા સમયથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર સુધી રિલાયન્સ ગ્રુપ પર આશરે 93,000 કરોડ રૂપિયા (13.2 અબજ ડોલર)નું ઋણ છે.  ખતમ થયો ભગવાન રામનો વનવાસ, અયોધ્યાને ફરી મળ્યો વૈભવઃ યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ, ફડવણીસ સોમવારે બહુમત સાબિત કરશે સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Embed widget