શોધખોળ કરો
સસ્તામાં સોનું ખરીદવાનો આજે છેલ્લો દિવસ, સરકારની આ સ્કીમમાં રોકાણ કરવાની તીક
સરકાર ગ્રાહકોને બજારભાવ કરતાં 900 રૂપિયા સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે.

નવી દિલ્હીઃ આજે દેશમાં ધનતેરની ઉજવણી થઈ રહી છે ત્યારે આ અવસર પર મોદી સરકાર સસ્તામાં સોનું ખરીદવાનો મોકો આપ્યો છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારતાં હો તો આ મોકાનો ફાયદો ઉઠાવી શકો છો. કેન્દ્ર સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 9 નવેમ્બરથી શરૂ થઈ હતી જે આજે એટલે કે 13 નવેમ્બરે પૂર્ણ થઈ રહી છે. આ યોજના હેઠળ તમે ફિઝીકલી સોનું ખરીદી શકતા નથી, પરંતુ રોકાણ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
આ સ્કીમમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. સરકાર ગ્રાહકોને બજારભાવ કરતાં 900 રૂપિયા સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. સરકારે આ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત 51,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. એટલે કે એક ગ્રામ સોનું ખરીદવા 5,177 રૂપિયા ચુકવવા પડશે. બજાર ભાવ કરતાં સોનું ઘણું સસ્તું છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને બોન્ડના નિયત ભાવે ગ્રામ દીઠ રૂ.50 ની છૂટ આપવામાં આવશે.
આ યોજનામાં બોન્ડ્સ ખરીદીને રોકાણ કરી શકો છો. બોન્ડ તરીકે, તમે ઓછામાં ઓછું એક ગ્રામ અને મહત્તમ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સોનાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોય છે. ગોલ્ડ બોંડ ખરીદવાનો સૌથી મોટો ફાયદો તેના પર 2.5 ટકા વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવાનો ઉદ્દેશ ગોલ્ડની ફિઝિકલ માંગ ઓછી કરવાનો છે.
આ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે રજૂ કરવામાં આવે છે અને પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ છે. આ પહેલા 12 થી 16 ઓક્ટોબર સુધી આ સ્કીમની સાતમી સીરીઝ તહેવારોની સીઝન પહેલા સરકાર લાવી હતી. પરંતુ હવે તહેવારોની સીઝનમાં ફરીથી લોકો સસ્તું સોનું ખરીદી શકે છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement