શોધખોળ કરો

ચાંદીની ચમક ફીકી પડવાનુ શરુ, આજે ફરી સસ્તી થઈ, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ 

રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. આજે ફરી ચાંદીના ભાવ રૂ.500 ઘટીને રૂપિયા 95,500 પ્રતિ કિલો થયા છે.

Gold Silver Rate Today:  રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. આજે ફરી ચાંદીના ભાવ રૂ.500 ઘટીને રૂપિયા 95,500 પ્રતિ કિલો થયા છે. ગુરુવારે તે રૂપિયા 1,100 ઘટીને રૂપિયા 96,000 પ્રતિ કિલોએ બંધ રહી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને અનુરૂપ, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનું રૂપિયા 50 વધીને રૂપિયા 72,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ સપ્તાહે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 0.3%નો વધારો થયો છે

જો આપણે વૈશ્વિક બજાર વિશે વાત કરીએ તો, અત્યાર સુધી સોનાના હાજર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે 3:56 GMT મુજબ 2,343.04 ડોલર પ્રતિ ઔંસ પર રહે છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 0.3% અને આ મહિનામાં અત્યાર સુધીમાં 2.5%નો વધારો થયો છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.2% ઘટીને 2,341.40 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. સ્પોટ સિલ્વરના ભાવ 0.8% ઘટીને 30.95 પ્રતિ ડોલર ઔંસ થયા, પરંતુ જુલાઈ 2020 પછીનો તેમનો સૌથી મોટો માસિક વધારો નોંધાવવા  માટે તૈયાર છે.

સોનાના ભાવ કેમ વધે છે? 

દેશમાં સોના અથવા ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર અને રૂપિયા-ડોલરના વિનિમય દરમાં વધઘટથી પ્રભાવિત થાય છે. મે 2024 માં સોના અને ચાંદીના ભાવમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડો, ફુગાવાની ચિંતા અને ભૌગોલિક રાજકીય તણાવનો સમાવેશ થાય છે. 

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનતા નથી. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

ચાંદીના ભાવ રૂ.500 ઘટીને રૂપિયા 95,500 પ્રતિ કિલો થયા છે. સોનું રૂપિયા 50 વધીને રૂપિયા 72,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'

Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ

Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન

Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની લપેટ, કોણે માર્યું લંગસીયું?Uttarayan 2025 : છેલ્લા 25 વર્ષથી ઉત્તર ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણે નથી ચડતી પતંગ, જાણો શું છે કારણ?Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલUttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો

Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

Embed widget