TRAI Alert: ફરી એક્શનમાં TRAI, જો કરી આ ભૂલ તો બંધ થઇ જશે તમારો મોબાઇલ નંબર
Trai Rules 2024: ટેલિકોમ અનુભવને સુધારવા માટે TRAI દ્વારા સમય સમય પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. સરકારી એજન્સીએ ફરી એકવાર નવો નિર્ણય લીધો છે
Trai Rules 2024: ટેલિકોમ અનુભવને સુધારવા માટે TRAI દ્વારા સમય સમય પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. સરકારી એજન્સીએ ફરી એકવાર નવો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, પ્રમૉશનલ કૉલ પર નિર્ણય યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો તમે પણ પ્રમૉશનલ કૉલથી પરેશાન છો, તો તમારે ટ્રાઈની આ નવી સૂચના વિશે જાણવું જ જોઈએ.
એક્સેસ પ્રૉવાઇડર્સને મળ્યા આ નિર્દેશ
વાસ્તવમાં, ટ્રાઈએ મંગળવારે તમામ એક્સેસ પ્રૉવાઈડર્સને તાત્કાલિક અસરથી પ્રમૉશનલ કૉલ બંધ કરવા જણાવ્યું હતું. આ કૉલ પ્રી-રેકોર્ડેડ હોય કે કૉમ્પ્યુટર જનરેટેડ હોય, તેને રોકવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (UTMs) દ્વારા કરવામાં આવેલા કોલને લઈને લેવામાં આવ્યો છે. સાથે જ આમાં સ્પામ કૉલ પણ સામેલ કરવામાં આવ્યા છે.
ટેલિકૉમ રેગ્યૂલેટરે પોતાના નિવેદનમાં શું કહ્યું ?
ટેલિકૉમ રેગ્યૂલેટરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અનરજિસ્ટર્ડ સેન્ડર/અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ તરફથી આવતા તમામ પ્રમૉશનલ વૉઇસ કૉલ્સ તરત જ બંધ કરી દેવા જોઈએ. SIP/PRI/કોઈ અન્ય ટેલિકોમ સંસાધનનો ઉપયોગ કરીને કૉલ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવું એટલા માટે કેમ કે આનાથી યૂઝર્સને ખુબ પરેશાનીઓ થાય છે.
1 સપ્ટેમ્બરમાં આવા નંબરો પર થશે કાર્યવાહી
અમે તમને જણાવી દઈએ કે જો કોઈ અનરજિસ્ટર્ડ સેન્ડર /UTM તેના ટેલિકૉમ સંસાધનોનો દુરુપયોગ કરતા જોવા મળે છે, તો એક્સેસ પ્રૉવાઈડર્સને પણ તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આવી કાર્યવાહી થઈ શકે છે. આ પહેલીવાર નથી જ્યારે ટ્રાઈએ કંપનીઓને આવો નિર્ણય લેવા કહ્યું હોય. આ પહેલા પણ ટ્રાઈએ સ્પામ કૉલ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આવા નંબરો પર કાર્યવાહી પણ 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
આ પણ વાંચો
WhatsApp Stickers અને GIFs થી કઇ રીતે મોકલશો સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ? જાણો સૌથી આસાન રીત
BSNLના સસ્તાં પ્લાનની એન્ટ્રી, માત્ર ₹166 પ્રતિ માસ 600GB ડેટા, Jio અને Airtel થી સસ્તું ઇન્ટરનેટ...
Apple iPhone 16 Pro Max જલદી મારશે એન્ટ્રી, ધાંસૂ હશે ફિચર્સ અને ડિઝાઇન