(Source: ECI/ABP News/ABP Majha)
Recession in US: ઈલોન મસ્કે અમેરિકા સહિત દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી
આ મામલે ઈલોન મસ્કે પોતાનો જવાબ આપ્યો હતો. મસ્કે કહ્યું હતું કે, જો ફેડ રિઝર્વ આગામી સપ્તાહે ફરી એકવાર વ્યાજદર વધારશે તો આવનારા દિવસોમાં અમેરિકામાં મંદી અનેક ગણી વધી જશે.
Elon Musk on Fed Reserves Hike: જાણીતી ટેક કંપની ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ તેમજ ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે ફેડ રિઝર્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આગામી સપ્તાહે અમેરિકાનું ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવા અહેવાલને પગલે આ નારાજગી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ફેડ રિઝર્વ આવતા અઠવાડિયે એકવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે.
આ મામલે ઈલોન મસ્કે પોતાનો જવાબ આપ્યો હતો. મસ્કે કહ્યું હતું કે, જો ફેડ રિઝર્વ આગામી સપ્તાહે ફરી એકવાર વ્યાજદર વધારશે તો આવનારા દિવસોમાં અમેરિકામાં મંદી અનેક ગણી વધી જશે.
મસ્કે ટ્વીટ કરીને આ વાત કહી
ટ્વિટરના માલિક એલોન મસ્કને એક ટ્વિટર યુઝરે સલાવ કર્યો હતો કે, શું તેમને લાગે છે કે મંદી ક્યાં સુધીમાં આવશે. આ પ્રશ્નનો જવાબ આપતાં મસ્કે કહ્યું હતું કે, જો યુએસ ફેડ ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરશે તો મંદીની શક્યતા ઘણી વધી જશે. નિષ્ણાતોના મતે ફેડરલ રિઝર્વ આવતા સપ્તાહે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી શકે છે.
If the Fed raises rates again next week, the recession will be greatly amplified
— Elon Musk (@elonmusk) December 9, 2022
ફેડરલ રિઝર્વ ફરી એકવાર આપી શકે છે આંચકો
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ મસ્કે કહ્યું હતું કે, અમેરિકી અર્થવ્યવસ્થા આકરી મંદીની દિશામાં આગળ વધી રહી છે. આમ થવા પાછળનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરવામાં આવી રહેલા સતત વધારા છે. મસ્કે ઉમેર્યું હતું કે, જો ફેડ રિઝર્વ દેશમાં આવનારી મંદીને રોકવા માંગતુ હોય તો તેણે તેના વ્યાજ દરોમાં વધારો કરવાના બદલે સત્વરે જ તેમાં ઘટાડો કરવો જોઈએ. અન્યથા વ્યાજ દર વધવાના કારણે અમેરિકન અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે.
ફેડ રિઝર્વે અનેકવાર વ્યાજ દરોમાં કર્યો છે વધારો
નોંધનીય છે કે આગામી સપ્તાહમાં ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે સંકેત આપ્યા હતો કે, ફેડ રિઝર્વ ટૂંક સમયમાં તેના વ્યાજ દરોમાં નજીવો વધારો કરી શકે છે. આ વધારો 0.5 ટકાથી 0.75 ટકાનો હોઈ શકે છે. આ જાહેરાત 0.75 ટકા સુધીના વધારાની હોઈ શકે છે. અગાઉ ફેડ રિઝર્વે આ વર્ષે તેના વ્યાજ દરોમાં ઘણી વખત વધારો કર્યો છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ફેડએ તેના વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.