1 એપ્રિલથી યૂનિફાઈડ પેન્શન સ્કીમ થઈ જશે શરુ, લાભ ઉઠાવવા આ તમામ કરી શકશે અરજી
કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે.

Unified Pension Scheme: કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે. 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ માટે અરજી કરી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તેની સૂચના જારી કરી છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ માટે 1 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થવા જઇ રહ્યું છે. આ માટે, તમે Protean CRA પોર્ટલ (https://npscra.nsdl.co.in) દ્વારા ઑનલાઇન અરજી કરી શકો છો અથવા જો તમે ઇચ્છો તો, તમે ફોર્મ ભરીને તેને જાતે સબમિટ કરી શકો છો. UPS હેઠળ ન્યૂનતમ પેન્શનની રકમ 10,000 રૂપિયા છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ શું છે ?
યુનિફાઇડ પેન્શન સ્કીમ માટે નોંધણી 1 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે. આ માટે, તમે Protean CRA પોર્ટલ (https://npscra.nsdl.co.in) દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તમે જાતે ફોર્મ ભરી શકો છો અને તેને તમારા વિભાગની મુખ્ય કચેરીમાં અથવા ડ્રોઈંગ એન્ડ ડિબર્સિંગ ઓફિસર (DDO) દ્વારા સબમિટ કરી શકો છો. જો કે, આ યોજનાનો લાભ એવા સરકારી કર્મચારીઓને જ મળશે જેમણે ઓછામાં ઓછી 25 વર્ષની સેવા પૂરી કરી હોય. કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, પેન્શનની રકમના 60 ટકા પેન્શન તરીકે આપવાની જોગવાઈ છે.
યુપીએસ માટે કોણ અરજી કરી શકે છે ?
- 1 એપ્રિલ, 2025 સુધી સેવામાં રહેલા કેન્દ્ર સરકારના વર્તમાન કર્મચારીઓ પણ NPS હેઠળ આવશે.
- કેન્દ્ર સરકારની સેવામાં ભરતી કરાયેલા નવા કર્મચારીઓ પણ NPS હેઠળ આવશે.
- નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા હતા અને કાં તો નિવૃત્ત થયા છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અથવા 31 માર્ચ, 2025 સુધીમાં મૂળભૂત નિયમ 56(j) હેઠળ નિવૃત્ત થયા છે, તેઓ UPS માટે પાત્ર છે.
- જો કર્મચારી યુપીએસ પસંદ કરતા પહેલા નિવૃત્તિ પછી મૃત્યુ પામે છે, તો કાયદેસર રીતે પરિણીત પત્ની/પતિ આ યોજનામાં જોડાઈ શકે છે.
UPS રજીસ્ટ્રેશન માટે અલગ-અલગ ફોર્મ ભરવાના રહેશે
- જો તમે હજુ પણ સરકારી નોકરી કરી રહ્યા છો, તો તમારે ફોર્મ A2 ભરવું પડશે.
- જો તમે તાજેતરમાં સરકારી નોકરીમાં જોડાયા છો, તો તમારે આ માટે ફોર્મ A1 ભરવું પડશે.
- નિવૃત્ત સરકારી કર્મચારીઓએ ફોર્મ B2 ભરવાનું રહેશે.
- પેન્શનરનું મૃત્યુ થાય તો તેની પત્નીએ ફોર્મ B6 ભરવાનું રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
