શોધખોળ કરો

Air India પર કોણે લગાવ્યો 14 લાખ ડોલરનો દંડ, પેસેન્જર્સને પરત કરવા પડશે 12.15 કરોડ ડોલર, જાણો કેમ

Air India: કોવિડ-19 મહામારી દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા પરત કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે.

AIr India: ટાટા ગ્રૂપની માલિકીની દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને આંચકો લાગ્યો છે. યુએસ સરકારે એર ઈન્ડિયા પર 1.4 મિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાને યાત્રીઓને 121.5 મિલિયન ડોલર પરત કરવા પણ કહેવામાં આવ્યું છે. જાણો આખરે શા માટે આ દંડ અને રિફંડનો ઓર્ડર આવ્યો છે.

એર ઈન્ડિયા પર આ દંડ શા માટે લાદવામાં આવ્યો

કોવિડ-19 મહામારી દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા પરત કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે અને રિફંડ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. જો કે, રિફંડમાં વિલંબના આ કિસ્સાઓ ટાટા જૂથ દ્વારા એર ઈન્ડિયાના હસ્તાંતરણ પહેલાના છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાની રિફંડ પોલિસી હેઠળ મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણોસર એર ઈન્ડિયાને પેસેન્જરોને પૈસા પાછા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દંડ પણ ભરવો પડશે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 6 એરલાઇન્સને રિફંડનો આદેશ આપ્યો

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશને સોમવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એ છ એરલાઇન્સમાં સામેલ છે જેને મુસાફરોને કુલ $600 મિલિયન રિફંડ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, TAP પોર્ટુગલ, એરો મેક્સિકો, EI AI અને Avianca Airlinesને પણ યુએસ સરકારે દંડ ફટકાર્યો છે.

અધિકારીઓએ શું કહ્યું

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા દ્વારા મુસાફરોની વિનંતી પર રિફંડની જોગવાઈ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નીતિઓની વિરુદ્ધ છે. અમેરિકી સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટ કેન્સલ અથવા બદલાવના કિસ્સામાં, એરલાઇનને કાયદેસર રીતે પેસેન્જરની ટિકિટના પૈસા પાછા આપવા પડશે. વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાએ અડધાથી વધુ રિફંડ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં 100 દિવસના નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો હતો.

એર ઈન્ડિયાને રિફંડ આપવાનો આદેશ કેમ આપવામાં આવ્યો?

એક સત્તાવાર તપાસ મુજબ, એર ઈન્ડિયાને પરિવહન વિભાગમાં દાખલ કરવામાં આવેલી 1,900 રિફંડ ફરિયાદોમાંથી અડધાથી વધુને ઉકેલવામાં 100 દિવસથી વધુ સમય લાગ્યો હતો. આ રિફંડ એ ફ્લાઈટ્સ માટે આપવાનું રહેશે જે એર ઈન્ડિયા દ્વારા રદ કરવામાં આવી હતી અથવા તેમના સમય અને સમયપત્રકમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget