Vedant Fashions IPO: આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો વેદાંત ફેશન્સનો શેર, જાણો રોકાણકારોને નફો થયો કે નુકસાન
વેદાંત ફેશન લિમિટેડ (Vedant Fashions IPO)નો IPO 4 ફેબ્રુઆરી 2022ના રોજ બજારમાં આવ્યો અને રોકાણકારો માટે 8 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરવા માટે ખુલ્યો હતો.
Vedant Fashions Shares Listing: વેદાંત ફેશન્સ લિમિટેડના શેર્સ જે માન્યાવર બ્રાન્ડ હેઠળ વંશીય વસ્ત્રોના ઉત્પાદક છે, બજારમાં આજે લિસ્ટ થયો છે. આ સ્ટોક તેની રૂ. 866ની ઇશ્યૂ કિંમત કરતાં 8 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ છે. આ વર્ષે લિસ્ટ થનારો આ ત્રીજો IPO છે. અગાઉ, AGS ટેક્નોલોજીસ અને અદાણી વિલ્મરના શેર લિસ્ટેડ થયા છે.
કેટલા રૂપિયામાં લિસ્ટ થયો વેદાંત ફેશન લિમિટેડનો શેર
વેદાંત ફેશન લિમિટેડ (Vedant Fashions IPO)નો શેર BSE પર રૂ. 936 પર લિસ્ટ થયો હતો. આ સિવાય વેદાંત ફેશન લિમિટેડના શેર NSE પર 935 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયો છે. તેને શાનદાર લિસ્ટિંગ ન કહી શકાય, પરંતુ બજારની હાલની સ્થિતિ જોતાં તેને સારું લિસ્ટિંગ કહી શકાય.
IPO ની વિગતો
વેદાંત ફેશન લિમિટેડ (Vedant Fashions IPO)નો IPO 4 ફેબ્રુઆરી 2022ના રોજ બજારમાં આવ્યો અને રોકાણકારો માટે 8 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરવા માટે ખુલ્યો હતો. વેદાંત ફેશન લિમિટેડે IPO લાવવા માટે સપ્ટેમ્બર 2021માં સેબીને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા હતા.
ઓફર ફોલ સેલનો હતો આઈપીઓ
વેદાંત ફેશનના IPO (Vedant Fashions IPO) હેઠળ કોઈ નવા શેર જારી કરવામાં આવ્યા ન હતા અને તે સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) હતા. આ હેઠળ, કંપનીના વર્તમાન પ્રમોટરો અને શેરધારકોએ તેમના લગભગ 3.636 કરોડ શેર IPO દ્વારા વેચ્યા છે. ઓફર-ફોર-સેલ (OFS), રાઈન હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા 1.746 કરોડ શેર, કેદારા કેપિટલ વૈકલ્પિક રોકાણ ફંડ દ્વારા લગભગ 7,23,000 શેર અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ દ્વારા 1.818 કરોડ શેર વેચવામાં આવ્યા હતા. રાઈન હોલ્ડિંગ્સ વેદાંત ફેશનમાં 7.2% હિસ્સો ધરાવે છે, 0.3% હિસ્સો કેદારા AIF પાસે છે, જ્યારે 74.67% હિસ્સો રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ પાસે છે.