શોધખોળ કરો

Videocon Loan Fraud Case: કોર્ટે ચંદા કોચર અને દિપક કોચરને જેલ મોકલ્યા, CBIને મળ્યા ત્રણ દિવસના રીમાન્ડ

વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચર અને દીપક કોચરને વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Videocon Loan Fraud Case:  વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચર અને દીપક કોચરને વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે સોમવાર (26 ડિસેમ્બર) સુધીના CBI રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે અમે ચંદા કોચર અને દીપક કોચરને નોટિસ મોકલી છે. તેમ છતાં તેઓ તપાસમાં સહકાર આપવામાં આવતો ન હતો. સીબીઆઈએ કોર્ટમાં બંને આરોપીઓની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. કોચર દંપતીને એક દિવસ પહેલા જ દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું..

ચંદા કોચરે પદ સંભાળતાની સાથે જ વિડિયોકોનને લોન આપી હતી

સીબીઆઈના વકીલે કોર્ટમાં કહ્યું કે વીડિયોકોનને લોન આપવાથી આઈસીઆઈસીઆઈ બેંકને 1730 કરોડનું નુકસાન થયું છે. સીબીઆઈ(CBI)નો આરોપ છે કે ચંદા કોચરે ICICI બેંકમાં પદ સંભાળ્યા બાદ વીડિયોકોનની 6 અલગ-અલગ કંપનીઓને લોન આપવામાં આવી હતી. આમાંથી બે લોન સમિતિઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં ચંદા કોચર સભ્ય હતા. તેણે વિડિયોકોન ગ્રુપને લોન આપવાના મામલે અન્ય સમિતિઓને પણ પ્રભાવિત કરી હતી. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે સોમવાર (26 ડિસેમ્બર) સુધીના CBI રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો છે.

વિડિયોકોને દીપક કોચરની કંપનીને 64 કરોડની લોન આપી હતી

સીબીઆઈના વકીલે કહ્યું કે 2009માં વિડિયોકોન ગ્રુપે દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. મુંબઈમાં ચંદા કોચર જ્યાં રહેતી હતી તે ફ્લેટ દીપક કોચરના પરિવારના ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો. 1996માં આ ફ્લેટની કિંમત 5.25 કરોડ હતી અને 2016માં તે ટ્રસ્ટને 11 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં ક્રિમિનલ બ્રિચ ઓફ ટ્રસ્ટ (આઈપીસી 409)ની કલમ પણ ઉમેરવામાં આવી છે.

CBIએ તપાસ માટે બોલાવ્યા, જવાબ ન મળ્યો, પછી ધરપકડ

CBIએ ICICI-Videocon લોન કેસમાં પૂછપરછ માટે શુક્રવારે કોચર દંપતીને CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યા હતા. ટૂંકી પૂછપરછ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈનો આરોપ છે કે કોચર પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી. જવાબ આપવાની અનિચ્છા બદલ ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
Embed widget