શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ Jio ને મળ્યો વધુ એક રોકાણકાર, વિસ્ટા ઈક્વિટીએ કર્યુ 11,367 કરોડનું રોકાણ
RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, વિશ્વની અગ્રણી ટેકનોલોજી રોકાણકાર કંપનીઓ પૈકીની એક અને કિંમતી પાર્ટનર તરીકે વિષ્ટાને આવકારવાની ખુશી છે.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોમાં વધુ એક રોકાણકારનો ઉમેરો થયો છે. જિયોમાં ફેસબુકે સૌથી પહેલા 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જે બાદ સિલ્વર લેકે પણ જિયોમાં 1.15 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.
જે બાદ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે 11,367 કરોડ રૂપિયામાં રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. છેલ્લા બે સપ્તાહ દરમિયાન જિયો પ્લેટફોર્મ્સમાં આ ત્રીજી સૌથી મોટી રોકાણ ડીલ છે. આ ડીલની સાથે વિસ્ટા ઇક્વિટી ફેસબુક બાદ જિયો પ્લેટફોર્મ્સમાં રોકણ કરનારી બીજી સૌથી મોટી સ્ટેક હોલ્ડર બની ગઈ છે.
RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, વિશ્વની અગ્રણી ટેકનોલોજી રોકાણકાર કંપનીઓ પૈકીની એક અને કિંમતી પાર્ટનર તરીકે વિષ્ટાને આવકારવાની ખુશી છે. અમારા અન્ય પાર્ટનર્સની જે વિસ્ટા તમામ ભારતીયોના લાભ માટે ડિજિટલ ઈકોસિસ્ટમની વૃદ્ધિને જાળવવા અને પરિવર્તન કરવાનું વિઝન ધરાવે છે.
વિસ્ટા વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ પૈકીની એક છે. જે ઉદ્યોગને નવી દિશા આપતી અને પરિવર્તનનો પવન ફૂંકતી સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી અનબેલ્ડ કંપનીઓમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ભારતમાં વિસ્ટાની પોર્ટફોલિયો કંપનીમાં 13 હજારથી વધારે કર્મચારીઓ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા દિવસો પહેલા એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રિલાયન્સે માર્ચ 2021 સુધીમાં ઋણ મુક્ત (ઝીરો નેટ ડેબ્ટ) થવાનો ટાર્ગેટ રાખ્યો છે. ડિસેમ્બર 2019ના આંકડા પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 1.53 કરોડ લાખ રૂપિયાનું દેવુ છે. આગામી સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝડપથી ઋણ મુક્ત થવાની દિશામાં અનેક મહત્વની જાહેરાતો કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement