EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ
શ્રમ મંત્રાલય હાલમાં દરખાસ્તની સમીક્ષા કરી રહ્યું છે અને તે નાણાકીય વર્ષ 2026 માટેના બજેટની ચર્ચા દરમિયાન નાણા મંત્રાલય સાથે ચર્ચા કરી શકે છે.
સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ વિશેષ ફેરફાર પર વિચાર કરી રહી છે. તે આ સંસ્થા હેઠળ સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF) માં કરમુક્ત યોગદાનની મર્યાદાને વર્તમાન 2.5 લાખ રૂપિયાથી વધારવા પર વિચાર કરી રહી છે. હાલમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું કોઈપણ વ્યાજ કરને પાત્ર છે. આ પહેલનો ઉદ્દેશ નિમ્ન-મધ્યમ અને મધ્યમ આવક ધરાવતી વ્યક્તિઓને EPFO દ્વારા તેમની બચત વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આનાથી નિવૃત્તિ માટે વધુ ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ બિઝનેસ ટુડેમાં પ્રકાશિત થયેલા સમાચારમાં આ બાબતથી વાકેફ સૂત્રોએ સંકેત આપ્યો છે કે શ્રમ મંત્રાલય હાલમાં દરખાસ્તની સમીક્ષા કરી રહ્યું છે અને તે નાણાકીય વર્ષ 2026 માટેના બજેટની ચર્ચા દરમિયાન નાણા મંત્રાલય સાથે ચર્ચા કરી શકે છે.
સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ શું છે?
VPF એ પગારદાર કર્મચારીઓ દ્ધારા ફરજિયાત EPF ઉપરાંત કરવામાં આવનાર વૈકલ્પિક રોકાણ છે. તેને EPF ના વિસ્તરણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે કર્મચારીઓને તેમની રિટાયરમેન્ટ સેવિંગ વધારવા અને તેમની મૂળ PF થાપણો જેટલો જ વ્યાજ દર મેળવવાની મંજૂરી આપે છે. EPF ની જેમ VPF માં યોગદાન પણ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુસાર વધે છે, કારણ કે વળતર વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવે છે. આ પણ EPFO હેઠળ આવે છે.
VPF ગ્રાહકો માટે એ જાણવું અગત્યનું છે કે પાંચ વર્ષનો લઘુત્તમ કાર્યકાળ પૂરો કર્યા પહેલા કરવામાં આવેલ કોઈપણ ઉપાડ કરવેરાને પાત્ર હોઈ શકે છે. EPFની જેમ VPF ફંડ તેમના નોમિનીને ખાતાધારકની નિવૃત્તિ, રાજીનામું અથવા મૃત્યુની કમનસીબ ઘટના પર આપવામાં આવે છે.
વધુ યોગદાન પર EPF જેટલું જ વ્યાજ મળે છે.
VPFની એક વિશેષતા એ છે કે તે સરકાર દ્વારા સંચાલિત યોજના છે, જેમાં જોખમ ઓછું છે અને વળતર વધુ છે. આમાં જે યોગદાન આપવામાં આવ્યું છે તે તેના EPFO એકાઉન્ટમાં કર્મચારી દ્વારા કરવામાં આવેલા 12 ટકા યોગદાન કરતાં વધુ છે. મહત્તમ યોગદાન બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 100 ટકા સુધી છે. આ યોજના હેઠળ વ્યાજ EPF જેટલું જ છે.
કઈ રકમ પર ટેક્સ ફ્રી?
સ્વૈચ્છિક યોગદાન પર 2.5 લાખ રૂપિયાની મર્યાદા નાણાકીય વર્ષ 22 ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી જેથી ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓને બેન્કો અથવા ફિક્સ ડિપોઝિટ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ કરતાં વધુ કરમુક્ત વ્યાજ મેળવવાની સુવિધાનો ઉપયોગ કરતા અટકાવી શકાય. આ પગલું વધુ આવક ધરાવતા કર્મચારીઓ માટે હતું, જેઓ આ સુવિધાનો ઉપયોગ બેન્ક અથવા ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં વધુ કરમુક્ત વ્યાજ મેળવવા માટે કરી રહ્યા હતા.
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?