શોધખોળ કરો
Advertisement
OYO બાદ હવે આ દિગ્ગજ કંપની કરશે છટણી, 100થી વધારે ટોપ લેવલના અધિકારીઓની નોકરી જશે!
ટાટા ગ્રુપે વૉલમાર્ટના હોલસેલ વેપારને ખરીદવાની વાતચીત હતી. પણ તે પછી તેને આ સોદો ફાયદાકારક ન લાગ્યો.
નવી દિલ્હીઃ ઓયો રૂમ્સ બાદ ખોટમાં ચાલી રહેલ વૉલમાર્ટ ઇન્ડિયાએ પણ પોતાના સ્ટોર્સ બિઝનેસથી જોડાયેલા સીનિયર એક્ઝિક્યૂટિવની છટણી કરવા જઈ રહી છે. Reutersના અહેવાલ મુજબ સોમવારે કંપનીએ ભારતના 56 અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.
ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ મુજબ, કંપની ગુરુગ્રામ સ્થિત મુખ્યાલયમાં કામ કરતા સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને FMCG ડિઝાઇનના વાઇસ પ્રેસિડેન્ટ્સ સહિત 100 થી વધુ સીનિયર એક્ઝિક્યૂટિવ્સની છટણી કરવાની છે. રિપોર્ટ મુજબ વૉલમાર્ટે એક ટાઉનહૉલમાં આ અંગે જાહેરાત કરી હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, વોલમાર્ટને દેશમાં કેશ-એન્ડ કેરી બિઝનેસમાં કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યુ નથી. અને આ છટણી આ બિઝનેસને વેચવા અથવા ફ્લિપકાર્ટના બેક-એન્ડની સાથે પોતાના કામકાજને મર્જ કરવાની શરૂઆત થઈ શકે છે. કંપની મુંબઈમાં ફુલફિલમેન્ટ સેન્ટર પણ બંધ કરવાની તૈયારીમાં છે. તેની સાથે જ વોલમાર્ટ ભારતમાં વધારે સ્ટોર પણ નહી ખોલે.
મીડિયા રિપોર્ટમાં કંપનીના સીનિયર અધિકારીઓના હવાલે જાણવા મળ્યું છે કે છટણી પહેલા તબક્કો પૂરો થઇ ગયો છે. એપ્રિલમાં બીજો તબક્કો શરૂ થવાની સંભાવના છે.
ટાટા ગ્રુપે વૉલમાર્ટના હોલસેલ વેપારને ખરીદવાની વાતચીત હતી. પણ તે પછી તેને આ સોદો ફાયદાકારક ન લાગ્યો. વૉલમાર્ટે ઇન્ડિયાના બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સને માર્ચ 2019 સુધી 2,180.8 કરોડના રૂપિયાની ખોટ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત નાણાંકીય વર્ષમાં વૉલમાર્ટ ઇન્ડિયાનો સેલ્સ 4,095 કરોડ રૂપિયા અને નેટ લૉસ 171.6 કરોડ રૂપિયા છે. કૈશ એન્ડ કેરી સેંગમેન્ટમાં તેમના પ્રતિદ્વંદી મેટ્રો ટૉપ પર રહ્યું. મેટ્રોના 27 સ્ટોર છે અને તેની રેવન્યૂ 6,500 કરોડથી વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement