શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડીકોડિંગ 'આત્મનિર્ભર ભારત' સ્ટિમ્યુલસ પેકેજ પર વેબિનાર યોજાયો
તાજેતરમાં નાણાંમંત્રીએ આપેલું સ્ટિમ્યુલસ પેકેજ ટૂંકા ગાળામાં કામ નહિ આપી શકે જે લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે મુશ્કેલી વાળુ બનશે
અમદાવાદઃ હાલમાં જ ડીકોડિંગ 'આત્મનિર્ભર ભારત' સ્પેશ્યિલ સ્ટિમ્યુલસ પેકેજ પર વેબિનાર યોજાયો હતો, જેમાં"વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર સી.એ રાકેશ લાહોટી દ્વારા 'આત્મનિર્ભર ભારત' સ્ટિમ્યુલસ પેકેજ વિષે સમજણ આપવામાં આવી હતી. સીએ રાકેશ લાહોટીએ જણાવ્યું કે નાણાં મંત્રી દ્વારા આપવામાં આવેલા વીસ લાખ કરોડના સ્ટિમ્યુલસ પેકેજમાં ક્યાંય 'સ્ટિમ્યુલસ' દેખાતુ નથી, તેમજ આ પેકેજ જાહેર થયા પછી લોકોમાં કેટલાક પ્રશ્નો ઉદ્દભવ્યા છે કે કોરોનાથી આપણી સીસ્ટમ તુટી છે કે પછી કોરોનાથી આપણી તૂટેલી સિસ્ટમની વાસ્તવિકતા બહાર આવી છે. નાણાંમંત્રીના આ પેકેજમાં સ્ટિમ્યુલસ ઓછું અને રિફોર્મ વધારે છે. આપણા બિઝનેસ માટે ગવર્નમેન્ટ સિસ્ટમ બહુજ કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લાયન્સ ડ્રિવન છે, જેને સરળ બનાવવાની જરૂર છે. જ્યાં સુધી "ઈઝ ઓફ બિઝનેસ" નહિ કરવામાં આવે ત્યાં સુધી આ સ્ટિમ્યુલસ પેકેજની ધારી અસર નહિ થાય.
તાજેતરમાં નાણાંમંત્રીએ આપેલું સ્ટિમ્યુલસ પેકેજ ટૂંકા ગાળામાં કામ નહિ આપી શકે જે લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે મુશ્કેલી વાળુ બનશે. નાણાં મંત્રી દ્વારા આપવામાં આવેલા સ્ટિમ્યુલસ પેકેજને માનનીય વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અંગેના પ્રવચન સાથે સાંકળીને આપણે આ પેકેજને સમજવાની કોશિશ કરીએ તો એક વાત ચોક્કસ છે કે 'આત્મનિર્ભર ભારત' અને "વોકલ ફોર લોકલ"ને દેશના લોકોનું સમર્થન મળશે તો અર્થતંત્રમાં જરૂર ગતિ આવશે, કારણકે અર્થતંત્રને સ્ટિમ્યુલેટ કરવા ડિમાન્ડ અને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે અને તે માટે બિઝનેસ રિવાઇવ કરવાની જરૂર છે જે સ્થાનિક ઉત્પાદનોની માંગ અને ખપતમાં વધારો થતા થઈ શકે છે.
સ્ટિમ્યુલસ પેકેજને વધારે અસરકારક બનાવવા માટે "ઈઝ ઓફ બિઝનેસ" જરૂરી છે જે માટે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ સૂત્ર "મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નનન્સ" ઉપર કામ કરવુ પડશે. દેશની હાલની આર્થિક પરિસ્થિતિ જોતા "જય જવાન, જય કિસાન, જય વ્યાપારી" ના નારાને અમલમાં મુકવાનો સમય આવી ગયો છે, તેમજ અર્થતંત્રને પાટે ચડાવવા હજુ પણ વધુ સારા વ્યવહારિક અને મજબૂત પગલાં ભરવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion