Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vikrant Massey Announce Retirement: જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું.
Vikrant Massey Announce Retirement: વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ 1 ડિસેમ્બરે વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું. વિક્રાંતે આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે.
View this post on Instagram
વિક્રાંતે એક્ટિંગમાંથી લીધી નિવૃતિ
નોંધનીય છે કે વિક્રાંતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને તેના પછીના વર્ષો શાનદાર રહ્યા છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને સમજાયું છે કે હવે રિકેલિબ્રેટ કરવાનો અને ઘરે પાછા જવાનો સમય છે. પતિ, પિતા, પુત્ર અને અભિનેતા તરીકે પણ. તેથી આગામી 2025માં આપણે છેલ્લી વાર એકબીજાને મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી આભાર, તે દરમિયાન દરેક વસ્તુ માટે કાયમ માટે આભારી છું. ”
વિક્રાંતના નિર્ણયથી ચાહકો ચોંકી ગયા
વિક્રાંતની આ જાહેરાતથી ચાહકો અને બધાને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં અભિનેતાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી, એક યુઝરે લખ્યું, “તમે આવું કેમ કરશો? તમારા જેવો અભિનેતા ભાગ્યે જ કોઈ હશે. અમને કેટલાક સારા સિનેમાની જરૂર છે." બીજાએ કોમેન્ટ કરી હતી કે, એક મહાન કરિયરને પાછળ છોડતા. જ્યારે ત્રીજાએ લખ્યું હતું કે, "હું આશા રાખું છું કે તે સાચું નથી."
વિક્રાંત મેસી વર્ક ફ્રન્ટ
વિક્રાંતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો 12મી ફેલમાં IPS મનોજ કુમાર શર્માની ભૂમિકા માટે તેને ઘણી પ્રશંસા મળી હતી, તેની ઓગસ્ટમાં રિલીઝ થયેલી ‘ફિર આયી હસીન દિલરૂબા’માં તેણે રિશુ અને આ ફિલ્મના પાત્રમાં વાપસી કરી હતી. તેની પણ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં અભિનેતાની ધ સાબરમતી રિપોર્ટ રીલિઝ થઇ હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ તેની પ્રશંસા કરી છે.
'તે બેડરુમમાં કપડા વગર બેઠો હતો અને...' જોશ ફિલ્મના અભિનેતા પર એક્ટ્રેસે લગાવ્યો ગંભીર આરોપ