Wedding Insurance: શું છે લગ્ન વીમો? ક્યારે તેની જરરૂત પડે છે, જાણો સંપૂર્ણ વિગતો
લોકો લગ્નો પર ભરપૂર ખર્ચ કરે છે. ઘણા મહિનાઓ પહેલા, બેન્ડ વાદ્યો, લગ્ન સ્થળ, ખરીદી વગેરે માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ જાય છે.
Wedding Insurance Companies In India: દેશ અને દુનિયામાં કોરોના રોગચાળા પછી લગ્ન વીમાનું ચલણ વધ્યું છે. દેશમાં લગ્ન કરવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારતમાં કોરોનાના બીજી અને ત્રીજી લહેર દરમિયાન ઘણા લોકોએ તેમના લગ્ન રદ કર્યા હતા. જેની અસર વર અને વધુ બંને પક્ષોને ભોગવવી પડે છે અને બંનેને ઘણું સહન કરવું પડે છે. હવે આવા નુકસાનથી બચવા માટે વીમા કંપનીઓએ લગ્નના વીમાની સુવિધા શરૂ કરી છે. અમે આ સમાચારમાં લગ્ન વીમા સંબંધિત માહિતી આપવા જઈ રહ્યા છીએ.
લગ્નમાં ઘણો ખર્ચ થાય છે
તે જાણીતું છે કે લોકો લગ્નમાં ઘણા પૈસા ખર્ચે છે, કેટલાક લોકો દેખાડો કરવા માટે તેમના આખા જીવનની બચત ખર્જી નાંખતા હોય છે. દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેબ્રુઆરી 2023 સુધીમાં ભારતમાં લગ્નો પર લગભગ 3.75 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. લગ્ન પહેલા જ લગ્ન કેન્સલ થતાં લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલી દૂર કરવા માટે વીમા કંપનીઓએ લગ્ન વીમો આપવાનું શરૂ કર્યું છે. આમાં, વીમા કંપની લગ્નમાં નુકસાનના કિસ્સામાં, લગ્ન રદ થવાના કિસ્સામાં, સામાનની ચોરીના કિસ્સામાં, કોઈપણ પ્રકારના અકસ્માતના કિસ્સામાં પોલિસીધારકના નુકસાનની ભરપાઈ કરે છે.
લગ્ન વીમો શું છે
એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 1 થી 1.5 કરોડ લગ્નો થાય છે. આ સાથે આ લગ્નો પર દેશમાં દર વર્ષે 3 થી 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. લોકો લગ્નો પર ભરપૂર ખર્ચ કરે છે. ઘણા મહિનાઓ પહેલા, બેન્ડ વાદ્યો, લગ્ન સ્થળ, ખરીદી વગેરે માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો લગ્ન રદ થાય છે તો લોકોને લાખો તો ક્યારેક કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. લગ્ન વીમો આવી મુશ્કેલી અને કટોકટીની પરિસ્થિતિઓમાં ઘણી મદદ કરે છે.
આ રીતે પ્રીમિયમ ભરવાનું રહેશે
લગ્ન વીમા પૉલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના આધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સંદર્ભે, નાણાકીય નિષ્ણાતો માને છે કે લગ્નના વીમાનો ટ્રેન્ડ અત્યારે ભારતમાં બહુ નથી, પરંતુ આવનારા સમયમાં તે ખૂબ પ્રખ્યાત થશે. લગ્ન વીમામાં, પોલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના 1 થી 1.5 ટકા ચૂકવવા પડે છે. જો તમારા લગ્નની કિંમત 20 લાખ રૂપિયા છે, તો તમારે વીમા પ્રિમિયમ તરીકે 30,000 રૂપિયા ચૂકવવા પડશે. બાદમાં, કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં, તમે તમારા નુકસાન માટે વળતર મેળવી શકો છો.
આ કંપની સુવિધા પૂરી પાડે છે
દેશની ઘણી વીમા કંપનીઓ તમને લગ્ન વીમા પોલિસીની સુવિધા આપી રહી છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ, ફ્યુચર જનરલી, એચડીએફસી એર્ગો, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવી ઘણી વીમા કંપનીઓ ગ્રાહકોને લગ્ન વીમાની સુવિધા પૂરી પાડી રહી છે.