GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
પોપકોર્ન પર જીએસટીને લઈને સામાન્ય લોકોમાં ભારે મૂંઝવણ છે. કયા પ્રકારના પોપકોર્ન પર કેટલો GST લાગશે?

પોપકોર્ન પર જીએસટીને લઈને સામાન્ય લોકોમાં ભારે મૂંઝવણ છે. કયા પ્રકારના પોપકોર્ન પર કેટલો GST લાગશે? થિયેટર્સમાં પોપકોર્ન પર કેટલો લાગશે ટેક્સ? આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પ્રયાસ કરી રહી છે. સરકારી સૂત્રોને ટાંકીને પોપકોર્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખાસ કરીને થિયેટર્સમાં પોપકોર્ન પર કેટલો GST વસૂલવામાં આવશે તેના પર એક મોટું અપડેટ આવ્યું છે.
થિયેટરોમાં પોપકોર્ન પર આટલો ટેક્સ વસૂલવામાં આવશે
સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રેસ્ટોરન્ટની જેમ જ થિયેટર્સમાં વેચાતા પોપકોર્ન પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જો મૂવી ટિકિટ સાથે પોપકોર્ન વેચવામાં આવે છે તો તેને એકંદર સપ્લાય તરીકે ગણવામાં આવશે અને આ કિસ્સામાં મુખ્ય સપ્લાય ટિકિટ હોવાથી તેના પર લાગુ દર મુજબ ટેક્સ લાગશે. GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના GST અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. વાસ્તવમાં સોલ્ટેડ અને મસાલાવાળા પૉપકોર્ન પર લાગુ વર્ગીકરણ અને જીએસટી દરને સ્પષ્ટ કરવા માટે ઉત્તર પ્રદેશ તરફથી વિનંતી કરવામાં આવી હતી. પોપકોર્ન પર જીએસટી દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
આના પર 12 અને 18 ટકા જીએસટી ચૂકવવો પડશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, થિયેટર્સમાં પોપકોર્ન છૂટક વેચાય છે અને તેથી તેના પર રેસ્ટોરન્ટ સર્વિસ જેટલો જ પાંચ ટકાનો દર લાગુ રહેશે. જો કે, આ માટે પોપકોર્ન સ્વતંત્ર રીતે સપ્લાય કરવું પડશે. GST હેઠળ સોલ્ટેડ અને મસાલાવાળા પોપકોર્નને નમકીન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના પર પાંચ ટકા ટેક્સ લાગે છે. જ્યારે અગાઉથી પેક અને લેબલ સાથે વેચવામાં આવે છે તો જીએસટીનો દર 12 ટકા છે.
અમુક વસ્તુઓ સિવાય તમામ સુગર કન્ફેક્શનરીઝ પર 18 ટકા જીએસટી લાગે છે અને તેથી કારમેલાઇઝ્ડ સુગર સાથેના પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે સોલ્ટેડ અને મસાલાવાળા પોપકોર્ન પર વર્ગીકરણના વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટતા જાહેર કરવાની ભલામણ કરી હતી.
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
