![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
GSTના સકંજામાં આવ્યું Zomato, રૂ. 9.45 કરોડની GST નોટિસ આપવામાં આવી,જાણો સંપૂર્ણ વિગત
Zomato GST Notice: ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને કર્ણાટક ટેક્સ વિભાગ દ્વારા 9.45 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. જોકે, કંપનીના શેર આનાથી અસ્પૃશ્ય જણાય છે.
![GSTના સકંજામાં આવ્યું Zomato, રૂ. 9.45 કરોડની GST નોટિસ આપવામાં આવી,જાણો સંપૂર્ણ વિગત zomato gets 9 45 crore rupees gst notice know reason behind it read full article in Gujarati GSTના સકંજામાં આવ્યું Zomato, રૂ. 9.45 કરોડની GST નોટિસ આપવામાં આવી,જાણો સંપૂર્ણ વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/f346a91dd1735e5ad38170cb1005675b17198316706121050_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Zomato GST Notice: ઓનલાઈન ફૂડ ડિલિવરી કરવા વાળી કંપની ઝોમેટો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોમેટો કંપનીને 9.45 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર, કર્ણાટકનો કોમર્શિયલ ટેક્સ (ઓડિટ)ના સહાયક કમિશનરે 9.45 કરોડ રૂપિયાની GST નોટિસ આપી છે.આ નોટિસ કર્ણાટકના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માટે Zomatoને આપવામાં આવી છે.
ફૂડ ડિલિવરી એગ્રીગેટરને ટેક્સ નોટિસ કોણે આપી?
રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકના ટેક્સ રેગ્યુલેટરે કંપનીને 5.01 કરોડ રૂપિયાની GST ડિમાન્ડ નોટિસ આપી છે. તેના પર 3.93 કરોડ રૂપિયાનું વ્યાજ અને 50.19 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ રકમ લગભગ 9.45 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ નોટિસ કર્ણાટકના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માટે Zomatoને આપવામાં આવી છે.
કંપની નોટિસ સામે અપીલ કરશે
Zomato ને આ ટેક્સ નોટિસ 29 જૂન 2024 ના રોજ મળી છે. આ ટેક્સ નોટિસ કંપનીને ડિમાન્ડ ઓર્ડર ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરના વધારાના નફા અને તેના પર લાગુ વ્યાજ અને દંડ અંગે જારી કરવામાં આવે છે. આ નોટિસ નાણાકીય વર્ષ 2019-20 માટે જારી કરવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ Zomatoએ આ મામલે નિવેદન આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે અમે માનીએ છીએ કે મેરિટના આધારે અમારી પાસે ખૂબ જ મજબૂત કેસ છે. આવી સ્થિતિમાં અમે કર્ણાટક ટેક્સ ઓથોરિટીની આ ટેક્સ નોટિસ વિરુદ્ધ યોગ્ય ઓથોરિટી સમક્ષ અપીલ કરીશું.
Zomato ને પહેલેથી જ નોટિસ મળી ચુકી છે
આ પહેલા પણ Zomatoને ટેક્સ નોટિસ મળી ચૂકી છે. કંપનીને વર્ષ 2021માં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુરુગ્રામના એડિશનલ કમિશનર તરફથી નોટિસ મળી હતી. તે સમયે કંપનીને કુલ રૂ. 11.82 કરોડની નોટિસ મળી હતી. તે સમયે પણ કંપનીએ આદેશ સામે અપીલ કરી હતી. માર્ચ 2024 માં, કર્ણાટક ટેક્સ વિભાગ દ્વારા ઝોમેટોને 23.26 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી છે.
Zomato શેર પર શું અસર થશે?
આજે Zomatoના શેર આ ટેક્સ નોટિસના સમાચારથી અસ્પૃશ્ય જણાય છે કારણ કે સ્ટોકમાં લગભગ 1.20 ટકાનો વધારો થયો છે. બપોરે 2:05 વાગ્યે, ઝોમેટો શેર રૂ. 2.39 અથવા 1.19 ટકા વધીને રૂ. 202.95 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ આ નોટિશની અસરથી તેના શેર અસ્પૃશ્ય જણાઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)