Zomato Advertisement:હ્રિતિક અને કેટરીનાની જાહેરખબરોને લઇને થયો વિવાદ, જાણો Zomato કંપનીએ શું કરી સ્પષ્ટતા?
બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન અને કેટરિના કૈફ સાથે કરવામાં આવેલી ઝોમેટોની જાહેરાતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પેદા થયો છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન અને કેટરિના કૈફ સાથે કરવામાં આવેલી ઝોમેટોની જાહેરાતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પેદા થયો છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ આખા વિવાદ પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ જાહેરાતનો લઇને ઝોમેટો પર ડિલીવરી પાર્ટનર્સને મળનારી ઓછી સેલેરીના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો આરોપ લાગ્યો છે. નિવેદન જાહેર કરી ઝોમેટોએ કહ્યું હતું કે, તમામ બાબતોની બે બાજુઓ હોય છે અને તે પોતાની સાઇડ રજૂ કરવા માંગશે.
The other side of the story... pic.twitter.com/hNRj6TpK1X
— zomato (@zomato) August 30, 2021
ઝોમેટોએ કહ્યું કે આ જાહેરખબરોનો હેતું ડિલીવરી પાર્ટનરની ગરીમાના સ્તરને વધારવાનો હતો. ઝોમેટોએ કહ્યું કે, આ જાહેરખબરો ડિલીવરી પાર્ટનરને હીરો બનાવવા અને એ હાઇલાઇટ કરવા બનાવવામાં આવી હતી કે તેમની સાથે સન્માનની સાથે વાત કરવી જોઇએ. ઝોમેટોએ વધુમાં કહ્યું કે, તમામ ગ્રાહકો અમારા માટે એક સ્ટાર છે અને હ્રિતિક અથવા કેટરિનાથી ઓછા નથી.
કંપનીએ કહ્યું કે, અમે માનીએ છીએ કે અમારી જાહેર ખબરો યોગ્ય ઇરાદા સાથે બનાવી હતી પરંતુ દુર્ભાગ્યથી કેટલાક લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો છે. હ્રિતિક રોશન અને કેટરિના કૈફની સાથે ઝોમેટાની જાહેરાતો રીલિઝ થયા બાદ કંપની પર આરોપ લાગ્યો હતો કે તે ડિલીવરી પાર્ટનરને પુરતા પૈસા આપવાના બદલે બોલિવૂડ઼ સેલેબ્સમાં ઇન્વેસ્ટ કરી રહી છે અને પોતાની છબિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
અમદાવાદમાં વરસ્યો વરસાદ
અમદાવાદમાં લાંબા સમચ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરીજનો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતાં લોકોને હાલ ગરમીથી છૂટકારો મળ્યો છે. અમદાવાદના થલતેજ, બોપલ, ગોતા, પ્રહલાદનગર, રાણીપ, ઘાટલોડિયા, નિકોલ, ચાંદખેડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે