શોધખોળ કરો

Zomato Shares Crash: Zomato પહેલીવાર 50 રૂપિયાથી નીચે ગબડ્યો, શેરમાં 14 ટકાનો મોટો કડાકો, જાણો શા માટે ઘટ્યો શેર

સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી, Zomatoનો સ્ટોક તેની IPO કિંમતથી લગભગ 39.47 ટકા નીચે આવ્યો છે.

Zomato Share Price: સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ ફૂડ ડિલિવરી ચેઈન કંપની Zomatoનો સ્ટોક જોરદાર ધોવાઈ રહ્યો છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, Zomato શેરની કિંમત 14.25 ટકા ઘટીને રૂ. 46ના સ્તરે પહોંચી હતી, જ્યારે શુક્રવારે શેર રૂ. 53.65 પર બંધ થયો હતો. હાલમાં શેર રૂ 47.10 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Zomatoના શેરમાં શા માટે તીવ્ર કડાકો કેમ થયો?

જો ઝોમેટોના સ્ટોકમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો તેના બે મુખ્ય કારણો જણાવવામાં આવી રહ્યા છે. જો તમે આ કારણો પર નજર નાખો

  1. Zomatoએ શેરબજારમાં લિસ્ટ થયાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. અને રોકાણકારો કે જેમના શેર એક વર્ષના લોક-ઇન સમયગાળામાં હતા તેઓ હવે આ બોન્ડમાંથી મુક્ત છે અને જો તેઓ ઇચ્છે તો શેર વેચી શકે છે. શેરના નોન-પરફોર્મન્સના કારણે બજારને ડર છે કે આ રોકાણકારો વેચી શકે છે, તેથી શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
  2. બીજી તરફ, જુબિલન્ટ ફૂડવર્કસ, જે દેશમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્સ રિટેલ ચેન ચલાવે છે, તે ઝોમેટો અને સ્વિગીની ઓનલાઈન એપ્સ પરથી ઓર્ડર લેવાનું બંધ કરી શકે છે. આ ખુલાસો જુબિલન્ટ ફૂડવર્કસ દ્વારા જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને સુપરત કરવામાં આવેલી ગોપનીય ફાઈલિંગમાં કરવામાં આવ્યો છે. એટલે કે, તમને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato એપ પર ડોમિનોઝ પિઝા નહીં મળે. આ કારણે ઝોમેટોના સ્ટોકમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

zomato સ્ટોકની ચાલ

સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી, Zomatoનો સ્ટોક તેની IPO કિંમતથી લગભગ 39.47 ટકા નીચે આવ્યો છે. Zomatoનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 37,000 કરોડની નીચે સરકી ગયું છે. તમને જણાવી દઈએ કે Zomatoનો સ્ટોક રૂ. 169ના સર્વોચ્ચ સ્તરથી 73 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે Zomatoનો સ્ટોક રૂ. 169 પર હતો ત્યારે તેનું માર્કેટ કેપ રૂ. 1.33 લાખ કરોડની નજીક હતું. એટલે કે આ સ્તરેથી માર્કેટ કેપમાં રૂ. 96,000 કરોડનો ઘટાડો થયો છે.

IPO 2021માં આવ્યો હતો

નોંધનીય છે કે 2021માં ઝોમેટોએ શેર દીઠ રૂ. 76ના દરે IPO દ્વારા બજારમાંથી રૂ. 9,375 કરોડ એકત્ર કર્યા હતા. Zomatoને સ્ટોક એક્સચેન્જમાં 115 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો હતો. સંસ્થાકીય રોકાણકારો ઝોમેટોના શેરમાં સતત વેચાણ કરી રહ્યા છે. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ પણ ઝોમેટોમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે, જેના કારણે શેર દબાણ હેઠળ છે.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને પણ ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Embed widget