Congress President Result LIVE: મલ્લિકાઅર્જુન ખડગે બન્યા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ, મળ્યાં 7,897 વોટ મળ્યા
લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યાં પછી સોનિા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતા.આજે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
LIVE
Background
Congress President Result LIVE:નવા અધ્યક્ષ સોનિયા ગાંધીનું સ્થાન લેશે, જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા પછી વચગાળાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતા. બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે પરિણામ જાહેર થવાની શક્યતા છે. મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી જીતવાના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીને આજે નવા પ્રમુખ મળવાની તૈયારી છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતગણતરી થશે અને તેની સાથે 24 વર્ષ બાદ નેહરુ-ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે.પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર મેદાનમાં છે. સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે એટલે કે આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે.
Congress President Election Result:કોંગ્રેસને 24 વર્ષ બાદ બિન ગાંધી નવા અધ્યક્ષ મળ્યા,ખડગેને 7897 વોટ મળ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મલ્લિકાઅર્જુન ખડગની ભવ્ય જીત થઇ છે. મલ્લિકાઅર્જુન ખડહેને 7,897 વોટ મળ્યાં છે. જ્યારે શશિ થરૂરને એક હજાર વોટ મળ્યા છે. કોગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે બન્યા છે.
#CongressPresidentElection | Mallikarjun Kharge wins the Congress presidential elections with 7897 votes, Shashi Tharoor got about 1000 votes; 416 votes rejected
— ANI (@ANI) October 19, 2022
(File photo) pic.twitter.com/fyBtRF9Tex
Congress President Election : હું 'આભાર' માનુ છુ.
મત ગણતરીની પ્રક્રિયા વચ્ચે શશિ થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે, આને ઐતિહાસિક ઘટના બનાવનાર તમામનો આભાર.
As the counting begins in @INCIndia presidential elections, a big “thank you” from me to who all who contributed to making this historic event a landmark in the evolution of our politics. 🙏#ThinkTomorrowThinkTharoor #ChooseChangeChooseCongress pic.twitter.com/ABfLgVxNRV
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2022
Congress President Election થરૂર જૂથની ફરિયાદ બાદ કરાઇ કાર્યવાહી
ચૂંટણી લોકશાહી ઢબે યોજાઈ - ખડગેના કાઉન્ટિંગ એજન્ટ
મલ્લિકાર્જુન ખડગેના કાઉન્ટિંગ એજન્ટ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. અમને ગર્વ છે કે આવી લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ છે. અમે સોનિયા ગાંધીના પણ આભારી છીએ જેમણે મુશ્કેલ સમયમાં પાર્ટીની કમાન સંભાળી.
થરૂર જૂથની ફરિયાદ પર કાર્યવાહી
શશિ થરૂર કેમ્પના આરોપ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની મતપેટીને મતગણતરી પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવી છે.
It's a historic moment. We're proud that we held poll in such a democratic manner.We also feel gratitude towards Sonia Gandhi who took charge of the party during a difficult time. In time to come,Congress will further strengthen: Gaurav Gogoi, counting agent of Mallikarjun Kharge pic.twitter.com/don0oMXAdl
— ANI (@ANI) October 19, 2022
Congress President Election : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતગણતરી શરૂ, શશિ થરૂર જૂથે લગાવ્યો મતદાનમાં ગડબડનો આરોપ
કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ દાવો કર્યો હતો કે મલ્લિકાર્જુન ખડગે જંગી બહુમતી સાથે ચૂંટણી જીતશે. તો બીજી તરફ , શશિ થરૂર કેમ્પ દ્વારા કરવામાં આવેલા વોટિંગમાં છેતરપિંડીના આરોપ પર પ્રમોદ તિવારીએ કહ્યું કે હારનાર આ પ્રકારના આરોપો કરે છે.
કોંગ્રેસ અઘ્યક્ષ ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. ઉમેદવાર શશિ થરૂરના ગ્રૂપે ગડબડનો આરોપ લગાવ્યો છે. શશિ થરૂરની ચૂંટણી એજેન્ટ સલમાન સોજે આ આરો લગાવ્યો છે.
Congress party to get its first non-Gandhi president in 24 years today; Counting of votes will begin at 10am at the AICC headquarters in Delhi.
— ANI (@ANI) October 19, 2022
Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.
(file pics) pic.twitter.com/CcbyGrVg83
Congress President Election કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં બે એજન્ટો અનામત રહેશે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં બે એજન્ટો અનામત રહેશે
સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક બાજુના પાંચ એજન્ટો ગણતરીની દેખરેખ રાખશે જ્યારે બંને પક્ષોના બે એજન્ટોને અનામત રાખવામાં આવશે.રાષ્ટ્રપતિની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાઈ હતી. કોંગ્રેસના 9000 થી વધુ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું.