શોધખોળ કરો
Corona Vaccine: ભારતમાં ક્યારે આવશે કોરોનાની રસી ? સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું ? જાણો વિગત
2021ના પ્રથમ ક્વાર્ટરમાં અમને રસી આવી જાય તેવી આશા છે તેમ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ભારતીય કેટલીક કંપનીઓએ રસી બનાવવાનું કામ શરૂ કર્યું છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, ભારતમાં કોરોનાની રસી 2021ની શરૂઆતમાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું, રસીને ડેવલપ કરવાનું કામ પ્રગતિ પર છે. ત્રણ સંભવિત રસી દેશમાં ક્લિનિક્લ ટ્રાયલના તબક્કામાં છે. 2021ના પ્રથમ ક્વાર્ટરમાં અમને રસી આવી જાય તેવી આશા છે તેમ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું. કોવિડ-19 વેક્સીન પોર્ટલ લોંચ કરતી વખતે તેમણે આમ જણાવ્યું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 82,170 કેસ નોંધાયા હતા. જેની સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 60 લાખને પાર થઈ ગઈ છે. કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















